સુરત
જીંગા
ફાર્મિંગ તળાવ માટે જમીન ભાડે આપવા પેટે 24 લાખ મેળવ્યા બાદ જમીન નહીં આપતાં નાણાં પરત કરવા ચેક આપ્યા હતા
જીંગા
ફાર્મીંગના હેતુસર ભાડે જમીન આપવા પેટે
આપેલા 24 લાખ પરત કરવા આપેલા બે ચેક રીટર્ન કેસમાં ડુમ્મસ-ભીમપોરના આરોપી જીંગા
ફાર્મરને આજે એડીશ્નલ ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ નિરવકુમાર બી.પટેલે દોષી ઠેરવી
એક વર્ષની કેદ,ફરિયાદીને વાર્ષિક 6 ટકાના
વ્યાજ સહિત બે મહીનામાં 24 લાખ વળતર પેટે ન ચુકવે તો વધુ બે માસની કેદની સજા ફટકારી છે.
હનુમાન
ફેશનના નામે એમ્બ્રોડરી વર્કના ધંધા સાથે સંકળાયેલા ફરિયાદી અશોક રવજીભાઈ
ભુવા(રે.ભાગ્યોદય ઈન્ડ.એસ્ટેટ પુણાકુંભારીયા રોડ)એ જતીનપ્રકાશ એકવા ફાર્મના આરોપી
સંચાલક પ્રકાશકુમાર ગોવિંદભાઈ માલવીયા(રે.રામજી પ્રેમાની વાડી,સુલતાના બાદ ડુમસ)
વિરુધ્ધ રૃ.24 લાખના ચેક રીટર્ન અંગે ખાનગી કોર્ટ ફરિયાદ
નોંધાવી હતી.જે મુજબ ફરિયાદીને તેના ફોઈના દીકરા પ્રવિણ તથા વિપુલ ચોડવડીયા સાથે
ભાગીદારીમાં જીંગા તળાવ માટે આરોપી પ્રકાશ માલવીયાની જમીન 60
લાખ રૃપિયાના બદલે એક વર્ષ માટે વાપરવા ની શરતે જમીન આપી હતી.જે અંગે ફરિયાદીએ 24
લાખ ચુકવવા છતાં ફરિયાદીને આરોપીએ જમીન ન આપતા ફરિયાદીએ ચુકવેલા
નાણાંની ઉઘરાણી કરતાં લેણી રકમના બે ચેક લખી આપ્યા હતા. તે રીટર્ન થતા કોર્ટમાં
ફરિયાદ નોંધાવી હતી. સુનાવણી બાદ કોર્ટા આરોપીને દોષી ઠરેવી સજા ફટકારી હતી.
કોર્ટે જણાવ્યું હતું કે કાયદાનો હેતુ સમાજમાં આવા પ્રકારના ગુના થતાં અટકે તથા
બહુજન સમાજનો આર્થિક વ્યવહાર ઉપર વિશ્વાસ ટકી રહે તે જરૃરી છે.આવી ગેરરીતિથી કોઈ
વ્યક્તિ નાણાંકીય જવાબદારીમાંથી છટકી ન જાય તે પણ જોવું જરૃરી છે.