– ગ્રાઉન્ડ ફ્લોર પર હાજર તૈલી દંપતી અને દીકરીનો બચાવ :
પહેલા માળે ફસાયેલા વયોવૃધ્ધ દંપતીને ફાયર બ્રિગેડે સીડીમી મદદથી ઉતાર્યા
સુરત,:
સુરતના
કોટ વિસ્તાર ભાગળ ખાતે કરવા રોડ ઉપર આજે સવારે મકાનના પહેલા માળનો મકાનનો સીલીંગનો
ભાગ તૂટીને ગ્રાઉન્ડ ફ્લોર ઉપર પડતા સ્થળ ઉપર
ભાગદોડ અને અફડાતફડી મચી જવા પામી હતી. જયારે પહેલા માળ ઉપર રૃમમાં ફસાયેલા વૃદ્ધ દંપતિને
ફાયરે રેસ્ક્યૂ કરીને બારી માંથી સહીસલામત
બહાર કાઢવામાં આવ્યા હતા.
ફાયર
વિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ભાગળ ખાતે કરવા રોડ પર નવાપુરામાં રહેતા
૬૯ વર્ષીય બિનેશભાઇ તૈલી,
તેમની પત્ની દિપાબેન (ઉ-વ-૫૫) અને તેમની પુત્રી રિધ્ધી
(ઉ-વ-૨૨)આજે સવારે ઘરમાં ગ્રાઉન્ડ ફલારમાં
હતા. જયારે તેમના પિતા ધનવંતરાય (ઉ.વ.૯૨ ) અને માતા મીનાક્ષી (ઉ.વ.૮૮ )નાઓ પહેલા
માળે રૃમમાં આરામ કરતા હતા. તે સમયે પહેલા માળે એક રૃમના સીલિંગનો ભાગ અચાનક
ધરાશાયી થઇને જોરદાર અવાજ સાથે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર પડ્યો હતો. જોકે તે સમયે
સદનસીબે ગ્રાઉન્ડ ફલોર હાજર દંપતિ અને તેમની પુત્રી બચી ગયા હતા અને તરત ઘરની બહાર
દોડી ગયા હતા. જેના લીધે ત્યાં નાસભાગ થઇ
જવા પામી હતી.
જયારે
પહેલા માળ ઉપર એક રૃમમાં વૃદ્ધ દંપતિ ફસાય જતા ગભરાઇ ગયા હતા. કોલ મળતા ત્રણ ફાયર સ્ટેશનના લાશ્કરોનો કાફલો ઘટના સ્થળે
પહોંચ્યો હતો અને ઘરના પાછળ જઇને ફાયરની સિડી મુકીને વૃધ્ધ દંપતિ સેફ્ટી બેલ્ટ
બાંધીને વારા ફરતી રેસ્ક્યુની કામગીરી અધડો કલાક કરીને પહેલા માળે બારીમાંથી
સહીસલામત નીચે ઉતાર્યા હતા. જેથી પરિવારના સભ્યેઓ હાસકારો અનુભવ્યો હતો. આ બનાવમાં
કોઇ ઇજા જાનહાનિ થઇ નહી હોવાનું ફાયર સુત્રો જણાવ્યુ ંહતું.