સોમનાથ પોલીસ ત્રણ સ્થળે વિદેશી શરાબના દરોડા પાડયા

કેસરિયા ગામે છબીઓ વચ્ચે છુપાવેલી ૬૮ બોટલ ઝડપાઈ, ઉનામાં ૨૧ બોટલ  સાથે એક શખ્સ ઝડપાયો

વેરાવળ: ગીર સોમનાથ પોલીસે ઉના અને વેરાવળ નજીક કેસરિયા ગામે વિદેશી શરાબના જુદા જુદા ત્રણ દરોડા પાડી કુલ ૨૭૬ બોટલ વિદેશી શરાબ પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી છે. નવાઈની વાત એ છે કે દારૂની હેરાફેરીમાં પકડાતા મોટા ભાગે સાવ નાની વયના યુવાનો જ હોય છે. 

ગીર સોમનાથ જિલ્લામાં જુદા જુદા કીમિયા કરીને વિદેશી શરાબની હેરાફેરી વધી ગઈ છે.જેમાં બાઈકના ચોરખાનામાં હેરાફેરી, કારમાં ચોરખાના બનાવીને હેરાફેરી કરાય છે. હવે તો છબીઓમાં દારૂ સંતાડીને હેરાફેરીનો નવો નુસખો બહાર આવ્યો છે. વેરાવળ નજીક કેસરિયા ગામના ફલાઈ ઓવર બ્રિજ પાસે થેલામાં રાખેલી છબીઓની વચ્ચે છુપાવેલી ૬૮ બોટલ ઝડપી લઈ છબીઓ વેચતા રવિ રમેશભાઈ દુધરેજિયાને પકડી પાડયો હતો. બીજા બનાવમાં ઉનામાં ઉન્નતિનગર સોસાયટીમાં પાલિકાના બગીચા પાસે સ્વીફટ કારમાં ચોરખાનું બનાવી શરાબની હેરાફેરીને પોલીસે પકડી પાડી છે.જેમાં ૧૮૭ બોટલ મળી આવી હતી. આ તકે કારને રેઢી મુકીને શકીલ મહમદ શબીર બહારૂ નાસી છુટયો હતો. ઉનામાં બીજા દરોડામાં હરિઓમ સોસાયટીમાં  ચંદ્રકીરણખાણ સામે રહેતા વિશાલ ભગવાનભાઈ ગઢિયાને ૨૧ બોટલ વિદેશી શરાબ સાથે ઝડપી

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *