વહાણવટીનું તમામ નાણાંકીય કામકાજ સંભાળતા શખ્સે માર્યો
ધૂંબો
બેંકમાં ભરવા આપેલી રકમ જમા ન કરાવી, અમુક ખાતાંમાંથી ખોટી સહી કરી રકમ ઉપાડી અને પાસબૂકમાં હાથથી લખી ખોટી એન્ટ્રી પાડી ઠગાઈ
સાથે તેમનું તમામ નાણાકીય કામકાજ સંભાળતા શખ્સે તેમના નામે ખોટી સહી કરી વિવિધ
પ્રકારે રૃપિયા ૪૪ લાખ જેટલી રોકડ રકમની છેતરપીંડી કરતા આ શખ્સ સામે સલાયા મરીન
પોલીસમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ સમગ્ર પ્રકરણ અંગે સલાયામાં જૂની પોસ્ટ ઓફિસ પાસે રહેતા
અને વહાણવટી વ્યવસાય સાથે સંકળાયેલા હાજીજુનભાઈ હાજીમુસાભાઈ ગજજણ (ઉ.વ.૭૩) દ્વારા
સલાયા મરીન પોલીસ મથકમાં જાહેર કરવામાં આવેલી વિગત મુજબ સલાયામાં જૂની પોસ્ટ ઓફિસ
સામે રહેતા વિશાલ નવીનચંદ્ર કિરતસાતા નામના શખ્સે ફરિયાદી હાજી જુનસભાઈના વહાણોના
તમામ વહીવટી તથા નાણાકીય લેવડદેવડનું કામ કરે છે.
ત્યારે વર્ષ ર૦ર૦ થી ર૦ર૩ વચ્ચેના સમયગાળા દરમિયાન ફરિયાદી હાજી જુનસભાઈ
હાજીમુસાભાઈ ગજજણ તથા તેમના ઘરના અન્ય પરિવારના સભ્યોના અલગ અલગ ખાતાઓ બેંકમાં
તેમણે જોઈન્ટ એકાઉન્ટમાં ખોલાવ્યા હતા. આ
બેંક એકાઉન્ટમાં ત્રણ વર્ષના સમયગાળા દરમિયાન છૂટક છૂટક આપવામાં આવેલી રોકડ રકમ
તેમની જાણ બહાર તેમની સહીઓ કરીને કોઈપણ અન્ય રીતે આરોપી વિશાલ દ્વારા રોકડ રકમ
ઉપાડી અને તેમના જુદા જુદા ૭૩ એકાઉન્ટ પૈકી ૧૩ ખાતાઓની પાસબુકમાુ પોતાની જાતે
બોલપેનથી કુલ રૃપિયા ર૬,૪૩,૪પર જમા થયા
બાબતેની તેમજ અન્ય રૃપિયા ૧૭,પ૧,૪૮પ ઉપાડી લીધા
હતા.
આમ,
આરોપી વિશાલ તેમજ સંભવિત રીતે સંડોવાયેલા મનાતા અન્ય શખ્સો દ્વારા કુલ રૃપિયા
૪૩,૯૪,૯૩૭ની રોકડ રકમ
આરોપીએ પોતાની જાતેથી બોલપેનથી ખોટી એન્ટ્રીઓ પાસબુકમાં લખી અને ફરિયાદી હાજીજુનસભાઈ
સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી હોવાનું જાહેર થયું છે. આ સમગ્ર પ્રકરણ અંગે
સલાયા મરીન પોલીસે ગુનો નોંધી આગળની તપાસ ઈન્ચાર્જ પી.આઈ. વી.એન. સિંગરખીયા દ્વારા
હાથ ધરવામાં આવી છે.