મોરબીમાં વ્યાજખોરોનો આતંક
બે વ્યાજખોરો સામે નોંધાવાઇ ફરિયાદ
વ્યાજની પઠાણી ઉઘરાણી કરી બે ઇસમોએ નવા બસ સ્ટેન્ડ પાસે યુવાનને માર મારી ગાળો આપી
જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
મોરબીના બાયપાસ રોડ ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં રહેતા દશરથભાઈ
સુરેશભાઈ ડાભી (ઉ.વ.૨૧) નામના યુવાને આરોપી દિવ્યેશ રબારી અને વિશાલ રબારી (રહે. બંને
સકત શનાળા તા. મોરબી) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે દશરથ ડાભી સ્કાય મોલ સામે
ઓપ્શન નામની કપડાની દુકાને બેસી વેપાર કરે છે. ફરિયાદી અને તેના ભાઈ જયેન્દ્રએ
દોઢેક વર્ષ પૂર્વે તેના દુકાન ભાડે રાખી વેપાર કરતા હોય અને બે એક મહિના પૂર્વે
ભાઈ જયેન્દ્રને ધંધામાં રૃપિયાની જરૃરત પડતા નવા બસ સ્ટેન્ડ ચા પીવા જતા હોય જ્યાં
દિવ્યેશ અને વિશાલ રબારી સાથે મુલાકાત થઇ હતી અને નાણાની જરૃરત હોવાથી વ્યાજે રૃા.
૪૦ હજાર માસિક ૩૦ ટકા વ્યાજે લીધા હતા.
જેના ફરિયાદીનો ભાઈ જયેન્દ્રએ દરરોજના રૃા. ૪૦૦ દેવાની
વાતચીત કરી હતી અને વ્યાજ આપવામાં મોડું થાય તો પેનલ્ટી ચડાવતા હતા. એક મહિના સુધી
વ્યાજ અને પેનલ્ટી સહિત ૩૦ હજાર જેટલી રકમ ચૂકવી આપી હતી અને બાદમાં ફરિયાદીને આ
વાતની જાણ થતા દિવ્યેશ રબારીને ફોન કર્યો તો જણાવ્યું કે જયેન્દ્રએ તેની પાસેથી
રૃપિયા લીધા છે. જેના ૮૦ હજાર મુદલ તથા વ્યાજ તથા પેનલ્ટી સહીત આપવાના બાકી છે.
જેથી એક મહિનામાં રૃપિયા આપી દઈશ. તેવું ફરિયાદીએ જણાવ્યું હતું અને એક મહિનો પૂરો
થતા યુવાન પાસે રૃપિયા ના હોય અને નવા બસ સ્ટેન્ડે જતા. ત્યારે બંને ઇસમોએ આવીને
ગાળો આપી માર મારવા લાગ્યા હતા. અને માણસો ભેગા થઇ જતા બંને ઈસમો જતા જતા રૃપિયા
નહિં આપે તો જાનથી મારી નાખીશ. તેવી ધમકી આપી જતા રહ્યા હતા. મોરબી એ ડીવીઝન
પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.