કડાણા મહી નદીના પુલનો રોડ ગત ચોમાસામાં ધોવાયો હતો
સેફ્ટી વૉલની કામગીરી નદીના ગોળ પથ્થરોનો ઉપયોગ
સેફ્ટીવોલની કામગીરી યોગ્ય રીતે થઇ ન હોવાની ચર્ચાઓ ઉઠી

    કડાણા મહી નદીના પુલના એપ્રોચ રોડની બાજુમાં પાકી આર. સી. સી. સેફ્ટી વોલ બનાવી માટી પુરાણ કરી પથ્થર પીચીગ કરવાની છેલ્લા ત્રણેક માસથી કામગીરી ચાલી રહી છે. જેમાં સેફ્ટીવોલની કામગીરી યોગ્ય રીતે થઇ ન હોવાની ચર્ચાઓ ઉઠી છે.

     કડાણા મહીનદી પર ચારેક વષૅ અગાઉ અંદાજે 35 કરોડ રૂપિયા ના ખર્ચે નવિન પુલ અને કડાણા તરફ્નો એપ્રોચ રોડ બનાવવામા આવેલ છે. જે ગત ચોમાસામાં મહી નદીના ધસમસતા પુરના પાણીથી એપ્રોચ રોડનો મોટો હિસ્સો ધરાશાઈ થઈ ગયો હતો. જેના કારણે તે સમયે કેટલાય દિવસો સુધી પુલ પરનો વાહન વ્યવહાર બંધ થવાથી લોકો અટવાયા હતા. તંત્ર દ્વારા તે સમયે કામચલાઉ માટી પુરાણ કરી વાહન વ્યવહાર શરૂ કર્યો હતો.

     હાલ તંત્ર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે એપ્રોચ રોડની બાજુમાં પાકી આર. સી. સી. સેફ્ટી વોલ બનાવી માટી પુરાણ કરી પથ્થર પીચીગ કરવાની છેલ્લા ત્રણેક માસથી ચાલતી કામગીરી હાલ પૂણૅતાના આરે છે. જેમાં સેફ્ટી વોલની કામગીરી ગુણવતાવાળી ન થઇ હોવાની ચર્ચાઓ ઉઠી છે. નદીના ગોળ પથ્થરનો ઉપયોગ કરી વેઠ ઉતાર કામગીરી કરવામાં આવેલ હોવાનુ વિસ્તારના ગ્રામજનો જણાવી રહ્યા છે. સેફ્ટીવોલના કામના ઉપયોગમા લેવાયેલ પથ્થરો છુટા ગોઠવેલ હોય તેમજ પાણી નિકાલ માટેની ગટરનુ લેવલ જાળવવામાં આવેલ ન હોવાનુ જણાઈ રહ્યુ છે. આવનાર સમયમાં મહીનદીના ધસમસતા પુરના પાણી મા ટકશે કે કેમ તે અગે શંકા સેવાઈ રહેલ છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *