Road Accident: અમેરિકામાંથી વધુ એક વખત દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે જેમાં રોડ અકસ્માતમાં ત્રણ ગુજરાતી મહિલાઓના મોતના અહેવાલ મળી રહ્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ત્રણેય મહિલા આણંદ જિલ્લાના હોવાનું જાણવા મળ્યું છે.
કાર ડિવાઈડર સાથે અથડાતા અકસ્માતની ઘટના બની
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અમેરિકામાં એન્ટલાન્ટાથી ગ્રીન વેલી સાઉથ કરોલી જતા સમયે કાર ડિવાઈડર સાથે અથડાતા અકસ્માતની ઘટના બની હતી. આ ઘટનામાં ત્રણ ગુજરાતી મહિલાના મોત થયા હતા. આ ત્રણેય મહિલા આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના વતની હોવાનું જાણવા મળ્યું છે. ત્રણ મહિલાઓના મોતથી વતનમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. મૃતક મહિલાઓમાં રેખાબેન દિલીપ ભાઈ પટેલ, સંગીતાબેન ભાવેશભાઈ પટેલ અને મનિષા બેન રાજેન્દ્રભાઇ પટેલનો સમાવેશ થાય છે.