– વાંસદાનો
એક વર્ષનો બાળક ચીચુકો ગળી ગયો હતો ઃ ઇએનટી વિભાગમાં દુરબીનથી ઓપરેશન કરાયું
સુરત,:
વાસદામાં
રહેતો એક વર્ષે બાળક થોડા દિવસ પહેલા રમતા રમતા આમલીનો ચીચુકો એટલે કે ઠળિયો ગળી
જતા ફેફસામાં ફસાઈ ગયો હતો. જોકે સુરત નવી સિવિલના ઈ.એન.ટી વિભાગના ડોક્ટરની ટીમ
દ્વારા દૂરબીનથી ઓપરેશન કરીને બહાર કાઢતા બાળકની તકલીફ દૂર થઈ હતી.
પ્રાપ્ત
વિગત મુજબ વાસદામાં ઉમરકુઈ ખાતે રહેતો કુણાલ ગામીતનો એક વર્ષનો પુત્ર થોડા દિવસ
પહેલા ઘરે રમતા રમતા આમલીનું ઠળિયો એટલે ચીચુકો ગળી ગયો હતો.
બાળકને
૧૮મીએ તાવ આવ્યો ત્યારે પરિવાર તા.૨૦મીએ ધરમપુરની હોસ્પિટલમાં લઈ ગયા ત્યાં
એક્સ-રે સી.ટી સ્કેનમાં બાળકના ડાબી સાઇડ ફેફસામાં બાહ્ય પદાર્થ ફસાયેલો દેખાયો
હતો. ધીરે ધીરે બાળકને શ્વાસ લેવા માટે તકલીફ પડતા વધુ સારવાર માટે તા. ૨૩મી મોડી
રાત્રે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં દાખળ કરાયો હતો.
ત્યારબાદ
બુધવારે સાંજે ઇએનટી વિભાગના વડા ડો.જૈમીન કોન્ટ્રાકટર અને ટીમે બાળકના ફેફસામાં
દુરબીન ઉતારીને સેકસન ટેકનીકથી ઓપરેશન કરી
ઠળિયાને બહાર કાઢયો હતો. જેથી બાળકને રાહત થઇ હતી અને પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો.