અમદાવાદ, ગુરુવાર
પૂર્વમાં વાહન ચલાવવા જેવી સામાન્ય બાબતની તકરારમાં અસામાજિક તત્વો ઘાતક હુમલા કરીને હત્યા કરતા પણ અચકાતા નથી. ઠક્કરબાપાનગર ખાતે રહેતો યુવક ગઇકાલે મોપેડ લઇને જતો હતો આ સમયે ત્રણ શખ્સો પૂર ઝડપે બાઇક લઇને જતા હતા તેઓને બાઇક ધીમું ચલાવવાનું કહેતા તકરાર કરીને જતા રહ્યા હતા અને રાત્રે યુવકને તેના ઘર પાસે રોકીને માર મારતા હતા આ સમયે તેનો નાનો ભાઇ છોડાવવા વચ્ચે પડયો હતો તો તેને લાફા મારીને બે શખ્સોેએ પકડી રાખ્યો હતો અને એક શખ્સે છાતીમાં ચાકુનો ઘા મારીને લોહી લુહાણ કર્યો હતો. સારવાર દરમિયાન યુવકનું મોત થયું હતું. આ બનાવ અંગે કૃષ્ણનગર પોલીસે હત્યાનો ગુનો નોેંધી મુખ્ય આરોપી રોહીત ઝંડાવાળાને પકડી પાડયો હતો.
કેવડાજીની ચાલી પાસે યુવકને રોકી હવે બતાવ તારી તાકાત તારા માણસો બોલાવીલે, તને કોણ બચાવશે કહી ફેંટ પકડી માર્યો, નાનો ભાઇ બચાવવા જતાં છાતીમાં ચાકુ મારતાં લોહી લુહાણ હાલતમાં સારવાર દરમિયાન મોત ઃ કૃષ્ણનગર પોલીસે મુખ્ય આરોપીને હથિયાર સાથે દબોચી લીધો
કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એ.આર. ધવનના જણાવ્યા મુજબ ઠક્કરબાપાનગરમાં રહેતા યુવકે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ઠક્કરનગરમાં રહેતા ત્રણ લોકો સામે ફરિયાદ નોધાવી છે કે યુવક ગઇકાલે સાંજે દુકાનેથી મોપેડ લઇને ઘરે જતો હતો ત્યારે કેવડાજીની ચાલી પાસે આરોપી પૂર ઝડપે બાઇક લઇને જતા હતા જેથી યુવકે બાઇક ધીમું ચલાવવાનું કહ્યું હતું જેથી આરોપીઓએ તકરાર કરીને તું હાલ જતો રહે તને સાંજે જોઇ લઇશું તેમ કહીને ધક્કો મારતા યુવક ઘરે જતો રહ્યો હતો.
દરમિયાન રાત્રે યુવક દવા લેવા ગયો હતો આ સમયે કેવડાજીની ચાલી પાસે તેને રોક્યો હતો અને કેવડાજીની ચાલી પાસે યુવકને રોકી હવે બતાવ તારી તાકાત તારા માણસો બોલાવીલે, તને કોણ બચાવશે કહી ફેંટ પકડી માર્યો, નાનો ભાઇ બચાવવા જતાં છાતીમાં ચાકુ મારતાં લોહી લુહાણ હાલતમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ ઘટના અંગે કૃષ્ણનગર પોલીસે હત્યાનો ગુનો નોંધી મુખ્ય આરોપી રોહીત ઝંડાવાળાની હથિયાર સાથે પકડી પાડયો હતો.