– સુરતમાં વધુ ચાર લોકોએ આત્મહત્યા કરી
– પનાસગામમાં
આર્થિક ભીંસથી 40 વર્ષીય યુવાન અને પરવટગામમાં 27 વર્ષના એક સંતાના પિતાએ જીવન
ટુંકાવ્યું
સુરત,:
સુરતમાં
આપધાતના ચાર બનાવમાં પનાસગામમાં આર્થિક ભીંસમાં યુવાન, ભેસ્તાનમાં અવાર નવાર બિમારીમાં
સંપડાતા ટેન્શનમાં વિધાર્થીની, પાલમાં શ્રમજીવી મહિલા અને પરવતગામમાં
યુવાને આત્મહત્યા કરી હતી.
સિવિલ અને
સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ પનાસગામમાં પ્રજ્ઞાાનગરમાં રહેતો ૪૦ વર્ષીય નરેશ
નટવરભાઇ પટેલે આજે ગુરુવારે સવારે પનાસગામ બી.આર.ટી.એસ બસ સ્ટેન્ડ નજીક ઝાડ સાથે દોરી
બાંધી ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યુ હતું. પોલીસે કહ્યુ કે, નરેશ પાલિકાના કચરાની ડોર
ટુ ડોર ગાડીમાં છુટક કામ કાજ કરતો હતો. જોકે તેને નાંણાકીય તકલીફ પડતી હોવાથી આ પગલુ
ભર્યુ હોવાની સકયતા છે. તેની એક બહેન છે.
બીજા
બનાવમાં ભેસ્તાનમાં બાલાજી કોમ્પ્લેક્ષ પાસે જમનાનગરમાં રહેતી ૧૯ વર્ષીય
સોનમકુમારી પપ્પુપ્રસાદ બુધવારે સાંજે ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો
ખાઇ આત્મહત્યા કરી હતી. પોલીસે જણાવ્યુ કે,
સોનમકુમારી મુળ બિહારની વતની હતી. તે પાંડેસરા ખાતેની શાળામાં
ધો.૧૧માં અભ્યાસ કરતી હતી. જોકે તેને પથરીની બિમારી પીડાતા હતી. આ સાથે તેને અગાઉ
ડેન્ગ્યુની ઝપેટમાં આવી હતી. તે અવાર નવાર બિમારીમાં સપડાતી હોવાથી સતત માનસિક તાણ
અનુભવતા આ પગલુ ભર્યુ હોવાની સકયતા છે. તેનો એક ભાઇ અને એક બહેન છે. તેના પિતા
સંચાખાતામાં કામ કરે છે.
ત્રીજા
બનાવમાં પાલના ભેંસાણ ખાતે મેટ્રોની લેબર કોલોનીમાં રહેતી ૨૭ વર્ષીય લીલા કાલુ સોલંકી
ગત તા. ૨૪મીએ સાંજે ઘરમાં કોઇ કારણસર ઝેરી દવા પી જતા સારવાર માટે ખાનગી
હોસ્પિટલમાં દાખલ કરી હતી. જયાં ટુંકી સારવાર દરમિયાન તેનું મોત થયુ હતુ. જયારે
લીલા મુળ મધ્યપ્રદેશના જાંબવાની વતની હતી. તેને ત્રણ સંતાન છે. તે અને તેના પતિ મેટ્રોમાં મજુરી કામ કરે છે.
ચોથા
બનાવમાં પરવતગામમાં એકતાનગરમાં રહેતો ૨૭ વર્ષીય નિલેશ દગાભાઇ વાધે બુધવારે સાંજે
ઘરમાં કોઇ કારણસર ટેન્શનમાં લોખડના એંગલ સાથે સાડીનો છેડો બાંધી ગળે ફાંસો ખાઇ
આપધાત કર્યો હતો. જયારે નિલેશને એક સંતાન છે. તે છુટક મજુરી કામ કરતો હતો.