– આંબાતલાવડીનો
ત્રણ સંતાનનો પિતા સવારે જાગ્યો જ નહી : અમરોલીના
યુવાને ટ્રેકટર ટ્રોલીમાં જ દમ તોડી દીધો
સુરત,:
સુરતમાં
શહેરમાં એકાએક તબિયત લથડતા મોત થવાનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે. તેવા સમયે કતારગામમાં
૩૫ વર્ષીય યુવાન અને અમરોલીમાં ટ્રેકટરની ટ્રોલીમાં ૪૦ વર્ષીય શ્રમજીવીની અચાનક તબિયત
બગડતા મોત નિંપજયા હતા.
સિવિલ અને
સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ કતારગામમાં આંબાતલાવડી ખાતે રહેતો ૩૫ વર્ષીય ચેતન
ભીખા રાઠોડ ગત રાતે ઘરમાં સુઇ ગયો હતો. જોકે આજે સવારે તે નહી જાગતા તેના પરિવારજનો
ગભરાઇ જઇને સારવાર માટે નવી સિવિલમાં ખસેડાયો હતો. જયાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર
કર્યો હતો. જયારે તેને ત્રણ સંતાન છે. તે રીક્ષા ચલાવતો હતો.
બીજા
બનાવમાં અમરોલીમાં આનંદ આશ્રમ નગર પાસે તાપી નદીના પાળા પાસે રહેતો ૪૦ વર્ષીય
ગલીયા કડકીયા ભુરીયા ગત સાંજે રૃમ નજીકમાં ટ્રેકટરની ટ્રોલીમાં જ અચાનક તબિયત
બગડતા મૃત હાલતમાં મળી આવ્યો હતો. જયારે તે મુળ મધ્યપ્રદેસનો વતની હતો. તે મજુરી
કામ કરતો હતો.