અમદાવાદ,બુધવાર,24 એપ્રિલ,2024
હરણી દુર્ઘટના બાદ
ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હીતની અરજીની સુનાવણી ચાલી રહી છે. હાઈકોર્ટ દ્વારા
કાંકરિયા તળાવમાં ચલાવાતી બોટીંગ અને વોટર સ્પોર્ટસ એકિટીવીટી નવો કરાર ના થાય
ત્યાં સુધી બંધ કરવા આદેશ આપવામા આવ્યો હતો. આમ છતાં કાંકરિયા લેકફ્રન્ટ
સત્તાવાળાઓ દ્વારા તળાવમાં બોટીંગ તથા વોટર સ્પોર્ટસ એકટિવીટી ચલાવવામા આવી રહી
હતી.અમદાવાદ પોલીસ કમિશનરના જાહેરનામા બાદ કાંકરિયા તળાવમાં ચલાવવામા આવતી બોટીંગ
તેમજ વોટર સ્પોર્ટસ એકિટીવીટી બંધ કરવાની મ્યુનિસિપલ કોર્પોરેશન તથા કાંકરિયા
લેકફ્રન્ટ સત્તાવાળાઓને ફરજ પડતા મંગળવારથી તમામ પ્રવૃત્તિ નવા એમ.ઓ.યુ.ના થાય
ત્યાં સુધી બંધ રહેશે. વોટર ઝોર્બ બોલ એકિટીવીટી પણ ફરજિયાત બંધ રાખવા આદેશ
આપવામાં આવ્યો છે.કાંકરિયા લેકમાં બોટીંગ તથા સ્પોર્ટસ એકિટીવીટીતેમજ પાણીમા ચાલતી
રાઈડસનો કેટલા લોકો પાસે છે એ અંગે
રિક્રીએશન કમિટિના ચેરમેનને પુછતા તેમણે કહયુ, વિગત આવે એટલે કહુ.
હરણી દુર્ઘટના બાદ ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હીતની કરવામા
આવેલી અરજીની સુનાવણી ચાલી રહી છે.દરમિયાન હાઈકોર્ટ દ્વારા આપવામા આવેલા આદેશ મુજબ, રાજયના નાના-મોટા
તમામ લેક માટે એક સરખી પોલીસી બનાવી તેનો અમલ કરવા આદેશ કરવામા આવ્યો હતો.કાંકરિયા
લેક ખાતે મંગળવારથી નવો કરાર કરવામા આવ્યો નહી હોવાથી તળાવમા ચલાવવામા આવતી બોટીંગ
તથા વોટર સ્પોર્ટસ એકિટીવીટી બંધ કરવામા આવી છે.મ્યુનિ.ની રિક્રીએશન કમિટિના
ચેરમેન જયેશ ત્રિવેદીને પુછતા તેમણે કહયુ, હાઈકોર્ટમાં
કરવામા આવેલી પી.આઈ.એલ. બાદ રાજય સરકારના અર્બન અફેર્સ વિભાગ તરફથી ત્રણ સુધારા
સાથે નવા એમ.ઓ.યુ.કરવા સુચના આપવામા આવી હતી.કાંકરિયા લેકમાં જે કોન્ટ્રાકટરો
દ્વારા બોટીંગ તેમજ વોટર સ્પોર્ટસ એકિટીવીટી ચલાવવામા આવી રહી છે.તેમનો ત્રણ
સુધારા કે જેમાં બોટીંગ પ્રવૃત્તિ માટે મંજુરી આપનારા સક્ષમ સત્તાધીશે નિયમિતપણે
સુપરવિઝન તથા મોનિટરીંગ કરવુ,
લોકોની સુરક્ષા જોખમાતી જણાય તેવા સંજોગોમાં બોટીંગ પ્રવૃત્તિ તાત્કાલિક બંધ કરાવવી તેમજ બોટીંગ પ્રવૃત્તિ
દરમિયાન નિષ્કાળજીના કારણે કોઈ દુર્ઘટના બને તો તેની જવાબદારી સંબંધિત સુપરવિઝન
તથા મોનીટરીંગ કરનારા અધિકારીની રહેશે એ મુજબની જોગવાઈ કરારમા કરવા શહેર પોલીસ
કમિશનરે ૨૨ એપ્રિલના રોજ જાહેરનામુ બહાર પાડયુ હતુ.
હાઈકોર્ટમાં સુનાવણીના બે દિવસ પહેલા બોટીંગ પ્રવૃત્તિ બંધ
કરાવાઈ
૨૫ એપ્રિલના રોજ હાઈકોર્ટમાં જાહેરહીતની અરજી સંદર્ભમાં
સુનાવણી હાથ ધરાનાર છે.સુનાવણીના બે દિવસ
પહેલા કાંકરિયા લેક ફ્રન્ટના ડેપ્યુટી એચ.ઓ.ડી. મેસર્સ.ખોડલ કોર્પોરેશન(જેવી)ને
પત્ર લખી હાઈકોર્ટના આદેશ મુજબ,નવો કરાર
ના થાય ત્યાં સુધી કાંકરિયા તળાવમાં ચલાવવામા આવતી બોટીંગ એકિટીવીટી-વોટર સ્પોર્ટસ
એકિટીવીટી અને પાણીમા ચાલતી તમામ રાઈડસ ફરજિયાત બંધ કરવા સુચના આપે છે.
કાંકરિયા તળાવમાં વર્ષ-૨૦૦૪થી બોટીંગ એકિટીવીટીનો
કોન્ટ્રાકટ અપાયેલો છે
કાંકરિયા તળાવમાં સ્ટીલ બોટ, સ્પીડ બોટ ઉપરાંત પેડલ બોટ, શિકારા બોટ જેવી બોટનો બોટીંગ કોન્ટ્રાકટ આપવામા આવ્યો છે.
ત્રણ કોન્ટ્રાકટરોને આ માટેના કોન્ટ્રાકટ આપવામા આવેલા છે. આ પૈકી બે કોન્ટ્રાકટ
કાંકરિયા લેકફ્રન્ટ તરફથી જયારે એક કોન્ટ્રાકટ ઝૂ તરફથી આપવામા આવેલો છે. એક
કોન્ટ્રાકટ તો વર્ષ-૨૦૦૪થી આપવામા આવ્યો હોવાનુ સત્તાવારસૂત્રોમાંથી જાણવા મળ્યુ
છે.