Heart Attack: અત્યારે લગ્નમાં દુર્ઘટનાના સમાચાર અવાર-નવાર સામે આવતાં રહે છે. રાજસ્થાનમાં કોટા અને કરોલીમાં લગ્નમાં મોતની ઘટના બાદ હવે ઝુંઝુનૂં જિલ્લામાં પણ આવો જ મામલો સામે આવ્યો છે. ત્યાં ભાણિયાના લગ્નમાં ડીજે પર નાચી રહેલા મામાને અચાનક હાર્ટ એટેક આવી ગયો. તેના કારણે તેઓ નીચે પડી ગયા અને ત્યાં જ તેમનું મોત નીપજ્યું.  

આ ઘટના ઝુંઝુનુ જિલ્લાના નવલગઢના લોછવાની ઢાળીની છે. ત્યાં લગ્ન સમારોહમાં વરના મામાનું મોત નીપજવાથી જશ્ન શોકમાં ફેરવાઈ ગયો. હાર્ટ એટેકનો ભોગ બનેલા કમલેશ ઢાકા ભાણિયાના લગ્નમાં મામેરું લઈને પોતાના પરિવારના સભ્યો સાથે 20 એપ્રિલે લોછવાની ઢાળી ગયા હતાં. ત્યાં તેમણે મામેરું ભરી દીધું હતું. મામેરું ભર્યાં બાદ કમલેશ ચાક-પૂજા દરમિયાન માથા પર માટલુ લઈને નાચી રહ્યાં હતાં.

જશ્નનો માહોલ શોકમાં ફેરવાયો

વરના કાકા સુલ્તાન સિંહે જણાવ્યું કે તે દરમિયાન કમલેશ ઢાકાને હાર્ટ એટેક આવી ગયો અને તેઓ નીચે પડી ગયાં. આ જોઈને લગ્ન સમારોહમાં હાજર લોકો સ્તબ્ધ થઈ ગયા. તે બાદ કમલેશ ઢાકાને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા પરંતુ ત્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કરી દીધાં. ડોક્ટરોએ કાર્ડિયક અરેસ્ટથી કમલેશ ઢાકાનું મોત થયું હોવાનું જણાવ્યું. વરના મામાનું હાર્ટ એટેકથી મોત થઈ જવાની માહિતીથી સમગ્ર લગ્નનો ઉત્સાહ માતમમાં બદલાઈ ગયો.

નાચતા-નાચતા હાર્ટ એટેક આવ્યો હોવાનો આ ઘટનાનો વીડિયો હવે સામે આવ્યો છે. તેમાં કમલેશ ઢાકા ભાણિયાના લગ્નમાં ઉત્સાહથી નાચતા નજર આવી રહ્યાં છે. તે બાદ તેઓ અચાનક પડતાં પણ નજર આવી રહ્યાં છે. વરના કાકા સુલ્તાન સિંહે જણાવ્યું કે મામાના અંતિમ સંસ્કાર બાદ ત્યાં ભાણિયાના લગ્નની રીતિ-રિવાજ પૂરા કરવામાં આવ્યાં. અત્યારે આ વીડિયો ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *