– ઝૂમ કરીને એવા શોટસ લે છે જાણે કદી પહેલા જોયું ન હોય કહીને ભડાશ કાઢી

મુંબઇ : પાપારાત્ઝીઓ અને ફિલ્મી સિતારાઓના સંબંધો ખટ્ટા-મીઠા  છે. કલાકારોને પાપારાત્ઝીઓ તેમની  અંગત દુનિયામાં ડોકિયું કરે તે પસંદ નથી. ઉપરાંત ઘણી અભિનેત્રીઓની ફરિયાદ રહી છે કે, પાપારાત્ઝીઓ તેમના બોડી પાર્ટસને ઝૂમ કરીને દેખાડવાના પ્રયાસ કરતા હોય છે. 

નોરા ફતેહી પાપારાત્ઝીઓને બેફિકર થઇને પોઝ આપતી હોય છે. પરંતુ આ વખતે તેણે પણ પોતાની નારાજગી વ્યક્ત કરી છે. નોરાએ કહ્યુ ંહતુ ંકે, પાપારાઝીઓ દરેક ફીમેલ કલાકારો સાથે આમ કરતા હોય છે. તેમને અભિનેત્રીઓની બેક પર ઝૂમ કરવામાં રસ નથી હોતો, પરંતુ શરીરના અન્ય હિસ્સાઓને ઝુમ કરતા હોય છે. 

ઘણી વખત મને એમ લાગે છે કે, ઝૂમ કરીને તસવીર લેવા જેવું કાંઇ નથી હોતું તેમ છતાં તેઓ શેના પર ફોકસ કરવાના પ્રયાસ કરતા હશે ?

ઉલ્લેખનીય છે કે, હાલમાં જ એક એવોર્ડ સેરેમનીમાં મૃણાલ ઠાકુરે પાપારાઝીને ચૂપ કરી દીધો હતો જ્યારે તેણે તેને બૈક પોઝ આપવા માટે કહ્યું હતું. 

તેમજ પલક તિવારીએ પણ પાપારાઝીઓને  ફટકાર લગાડી હતી જ્યારે તેણે ના પાડી હોવા છતાં પાછળથી ક્લિક કરવાની કોશિષ કરી હતી. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *