જામનગરના પંચવટી વિસ્તારના 

લૈયારા નજીકથી દબોચી લેવાયો

જામનગર: જામનગરના પંચવટી વિસ્તારમાં એક શિક્ષિકાના આપઘાતના બહુ ચર્ચિત કેસમાં છેલ્લા ૧૧ માસથી નાસતા ફરતા આરોપીને એલ.સી.બી.ની ટીમે શોધી કાઢયો છે, અને સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં સુપ્રત કરી દીધો છે.

જામનગરના પંચવટી વસિતારમાં રહેતી એક શિક્ષિકાએ ૧૧ માસ પહેલાં આત્મહત્યા કરી લીધી હતી. જે બનાવ અંગે મૃતકના ભાઈ ઈશાકભાઈ ઈબ્રાહભાઈ હુંદડા એ જામનગરના ત્રણ આરોપીઓ અફરોઝ ચમડિયા, રજાક સાઈચા અને અખ્તર ચમડીયા સામે ફરિયાદ નોંધાવી હતી, જેઓના ત્રાસના કારણે તેણીની બહેને આત્મહત્યા કરી લીધી હોવાની સુસાઈડ નોટ પણ પોલીસ સમક્ષ રજૂ કરી હતી. જે ગુનામાં આરોપી અફરોઝ તૈયબભાઈ ચમડીયા નાસતો ફરતો રહ્યો હતો.

જે આરોપી ધ્રોલ તાલુકાના લૈયારા નજીક એક દરગાહ પાસે ઉભેલો છે. તેવી બાતમીના આધારે એલસીબીની ટુકડીએ ઝડપી લીધો છે, અને જામનગર લઈ આવ્યા પછી સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં સુપ્રત કરી દીધો છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે આ ચકચારી કેસ લડનારા એડવોકેટ કે જેની તાજેતરમાં હત્યા નીપજાવાઈ હતી. તે શિક્ષિકાના આપઘાત પ્રકરણના ફરારી આરોપીની ેલસીબીની ટીમ દ્વારા અટકાયત કરાઈ છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *