– અમેરિકાની 33 કરોડ 30 લાખની વસ્તી પૈકી 1 કરોડ 6 લાખ 38 હજાર 429 મેક્સિકન છે, 25,24,447 ભારતીયોને અમેરિકાનું નાગરિકત્વ મળ્યું છે, તે પછી અન્ય દેશો છે

વોશિંગ્ટન : વિદેશોમાંથી આવીને અમેરિકામાં વસેલાઓ પૈકી અમેરિકાનું નાગરિકત્વ મેળવનારાઓમાં ભારત વંશીયો બીજા ક્રમે છે. જ્યારે મેક્ષીકન્સ પ્રથમ ક્રમે છે. અમેરિકાની ૩૩ કરોડ ૩૦ લાખથી વધુ વસ્તીમાં ૧ કરોડ ૬ લાખ, ૩૮ હજાર અને ૪૨૯ મેક્ષીકન્સ છે. જ્યારે ભારતીયો ૨૨,૨૫,૪૪૭ છે.

આમ છતાં સૌથી વધુ ઉલ્લેખનીય વાત તે છે કે, અમેરિકામાં ભારતીય ઉત્સવો જેવા કે દિવાળી તો હવે સરકાર દ્વારા સત્તાવાર રીતે ઉજવવામાં આવે છે. અમેરિકાના વર્તમાન ઉપપ્રમુખ પણ મૂળ ભારત વંશીય છે. અમેરિકાનાં વિદેશ મંત્રાલયના  નાયબ પ્રવકતા પણ ભારત-વંશીય જ છે.

અમેરિકાનું નાગરિકત્વ મેળવનારા વિદેશીઓ પૈકી ભારતીયો પછી ૨૦૨૨માં અમેરિકાનું નાગરિકત્વ પ્રાપ્ત કરનારાઓમાં ૬૫૯૬૦ ભારતીયો છે. તે પછી તે વર્ષે જ યુએસ સીટીઝન્સશીપ કે ગ્રીન કાર્ડ હોલ્ડર્સમાં (પરમેનન્ટ રેસીડન્સ) મેળવનારાઓમાં ૨૦૨૨માં ૫૩૪૧૩ ફિલિપીનો, ૪૬,૯૧૩ કયુબન્સ, ડોમીનિકન રીપબલ્કિન્સના ૩૪,૫૨૪, નાગરિકોએ અમેરિકાનું નાગરિકત્વ મેળવ્યું હતું. જ્યારે ૩૩,૨૪૬ વિયેતનામીઝ અમેરિકન નાગરિક બન્યા હતા. ૨૦૨૨માં માત્ર ૨૭૦૩૮ ચીનાઓને અમેરિકાનું નાગરિકત્વ આપવામાં આવ્યું હતું, તેમ વહીવટી તંત્રથી સ્વતંત્ર તેવી કોંગ્રેસના રીસર્ચ સર્વિસ (સીઆરએસ)ના ડેટા જણાવે છે.

૨૦૨૩નો ડેટા આપતા સીઆરએસ જણાવે છે કે ૨૯૦૦૦૦ ભારતવંશીઓ ગ્રીન કાર્ડ મેળવવા માટે પાત્રતા ધરાવે છે.

ઉલ્લેખનીય છે કે અમેરિકાનું વિદેશ મંત્રાલય પણ કહે છે કે ભારતવંશીઓએ અમેરિકાનાં અંતરિક્ષ ક્ષેત્રથી શરૂ કરી વ્યાપાર- ઉદ્યોગ, આઇટી ક્ષેત્ર સહિત અનેક વિધ ક્ષેત્રે પ્રસંશનીય પ્રદાન કર્યું છે.

સહજ છે કે આ સંજોગોમાં અમેરિકા ભારતવંશીઓને આવકારે જ અને તેના ઉત્સવો પણ ઉજવે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *