જામનગર નજીક ઢીંચડા ગામે
શખ્સ નાના બાળકોને મારતો હોવાથી તેને અટકાવવા જતા હથિયારથી ગળા તથા બન્ને હાથ પર ઘા માર્યા
શખ્સે ધારદાર હથિયાર વડે ગળાના ભાગે બન્ને હાથપર હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડતાં.
તેને લોહી નીતરતી હાલતમાં સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયો છે. પોલીસે
અજાણ્યા શખ્સ સામે હુમલા અંગેનો ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.
આ બનાવની વિગત એવી છે કે, જામનગર નજીક ઢીચડા ગામમાં રહેતા હરદેવભાઇ નારોલા નામના વર્ષના તરુણ ઉપર કોઈ અજ્ઞાાત શખ્સે ધારદાર
હથીયાર વડે ગળાના ભાગે તેમજ બંને હાથના કાંડાના ભાગે હુમલો કરી દેતાં લોહી લુહાણ
બન્યો હતો, અને તેને
ગંભીર હાલતમાં સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો
છે, અને
ત્યાં તેના પર શસ્ત્રક્રિયા ચાલી રહી છે.આ બનાવ અંગે ઇજાગ્રસ્તના કાકા નરેશભાઈ
પ્રેમજીભાઈ નારોલાએ પોતાના ભત્રીજા પર જીવલેણ હુમલો કરવા અંગે અજ્ઞાાત શખ્સ સામે
ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદીનો ભત્રીજો
હરદેવ તેના ઘર પાસે રમતો હતો,
જે દરમિયાન એક જ અજાણ્યો માણસ નાના બાળકોને મારતો હતો. જેને અટકાવવા જતાં તેના
પર ધારદાર હથિયાર વડે હુમલો કરી દીધાનું પોલીસમાં જાહેર કરાયું છે. બેડી મરીન
પોલીસ સ્ટેશનના પીએસઆઈ વી.એસ. પોપટે અજાણ્યા શખ્સ
સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ
ધરી છે.