– લોકશાહી ચૂંટણીના મહાપર્વમાં શતાયુ મતદારોમાં ઉત્સાહ
– શહેરના મીલ રોડ, મજૂરગામમાં રહેતા અને શતાયુ વટાવી ચૂકેલા વૃદ્ધા જાતે મતદાન મથકે જઈ મત આપશે
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ના પર્વની ઉજવણીમાં નડિયાદના ૧૦૮ વર્ષના ‘બા’ યુવાનો માટે પ્રેરણારૂપ બની રહ્યા છે. ૧૧૬- નડિયાદ વિધાનસભામાં નિયમિત મતદાન કરતા અને નડિયાદ શહેરના મીલ રોડ, મજૂરગામમાં રહેતા જેવરબેન મેલાભાઈ રબારી ૧૦૮ વર્ષની ઉંમરે આ વખતે પણ અચૂક મતદાન કરવાનો નિર્ધાર કરી દેશના નાગરિક તરીકેની પોતાની ફરજ નિભાવી રહ્યા છે.
તેઓએ મતદાન સંદર્ભે જણાવ્યું હતું કે, કોઈ પણ પ્રકારની ચૂંટણી કેમ ના હોય મેં હંમેશા મતદાન કર્યું છે.
આ ચૂંટણીમાં પણ હું અચૂક મતદાન કરીશ. લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪માં તેઓ જાતે મતદાન મથકે જઈ પોતાનો અમૂલ્ય મત નોંધાવશે. લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪માં અચૂક મતદાન માટે વિભિન્ન સમુદાયના લોકો દ્વારા મતદાન માટેની અપીલ કરવામાં આવી રહી છે. ત્
યારે ૧૦૮ વર્ષનાં જેવરબેન રબારીએ જિલ્લાવાસીઓને લોકસભાના મહામર્વમાં અવશ્ય મતદાન કરવાની અપીલ કરી છે.