અમદાવાદ,શુક્રવાર,19 એપ્રિલ,2024
નદીપારના વિસ્તારોમાં પાણી પુરુ પાડતા જાસપુર વોટર વર્કસ
ખાતે શનિવારે બપોરથી ટેકનીકલ કારણોસર શટડાઉન કરાશે. આ કારણથી ૨૧ એપ્રિલને રવિવારે
સવારે નદીપારના વિસ્તારોમાં ઉપલબ્ધ જથ્થા મુજબ પાણી સપ્લાય આપવામા આવશે.છ કલાક
સુધી કામગીરીના કારણે શટડાઉન કરાશે.જેને લઈને નદી પારના વિસ્તારોમા પાણી સપ્લાય
ઉપર અસર થશે.
મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાર સૂત્રોમાંથી મળતી માહિતી
મુજબ, શનિવારે
૨૦ એપ્રિલના રોજ બપોરે બે થી રાત્રિના આઠ કલાક સુધી જાસપુર વોટર વર્કસ ખાતે
ટેકનીકલ કારણોસર શટડાઉન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.આ કારણથી ૨૧ એપ્રિલને
રવિવારે સવારે શહેરના ઉત્તર-પશ્ચિમ ઉપરાંત દક્ષિણ-પશ્ચિમ તથા પશ્ચિમ ઝોનના કેટલાક
વોર્ડ વિસ્તારોમાં સવારના સમયે આપવામા આવતા પાણી સપ્લાય ઉપર અસર થવા પામશે.