ત્રીજા માળે જતા લિફ્ટ અચાનક તૂટતા દુર્ઘટના
દુકાનમાં નોકરી કરતાં યુવકનું ઘટનાસ્થળે મોત
5 ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા
સામાન્ય ફર્નિચરની દુકાનમાં લિફ્ટ તૂટી જતાં 1 વ્યક્તિનું મોત થયું છે. આ અંગેની માહિતી અનુસાર, દાહોદના યાદગાર ચોક પર આવેલી ફર્નિચરની દુકાનની માલવાહક લિફ્ટ અચાનક તૂટી ગઈ હતી. જેથી એક શખ્સનું મોત થયું છે. જ્યારે 5 શખ્સો ઈજાગ્રસ્ત થયા હતા.
આ અંગેની માહિતી અનુસાર, દાહોદમાંથી આજે લિફ્ટ તૂટવાની ઘટના સામે આવી છે. જેમાં લીફટમાં ત્રીજા માળે જતી વખતે અચાનક લિફ્ટ તુટી પડતા દુર્ઘટના સર્જાઈ હતી.આ દરમિયાન દુકાનમાં સામાનની ખરીદી કરવા આવેલા ગ્રાહકો ઈજાગ્રસ્ત થયા હતા. જે સાથે જ પોલીસ અને એમ્બ્યુલન્સ તાત્કાલિક સ્થળે પહોંચી હતી.
જ્યારે લિફ્ટમાં ત્રીજા માળે જઈ રહ્યા હતા, તે વખતે જ લિફ્ટ તૂટી પડતા એક શખ્સનું મોત થયું હતું. જ્યારે 5 ગ્રાહકો ઈજાગ્રસ્ત થયા હતા. જેથી તેઓને 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. દુકાનમાં નોકરી કરતા શખ્સને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે જ મોત થયું છે.
તેમજ દાહોદના મુખ્ય બજારમાં બનેલી ઘટનાની જાણ થતા દાહોદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી છે. જેના સાથે જ લિફ્ટ તૂટવા અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે. જેના અંગે પણ થપાસ કરવામાં આવશે.