image : Freepik
Vehicle Theft Crime Vadodara : વડોદરાના સયાજીગંજ વિસ્તારમાંથી ત્રણ દિવસ પહેલા ચોરીના કરનાર તસ્કરને ક્રાઇમ બ્રાન્ચે લાલબ્રિજ નીચેથી ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી રિક્ષા કબજે કરીને આગળની કાર્યવાહી માટે સયાજીગંજ પોલીસને આરોપી અને રિક્ષા સુપરત કરાયા હતા.
સયાજીગંજ વિસ્તારમાંથી ત્રણ દિવસ પહેલા એક આટોરિક્ષા ચોરાયાના પોલીસ ફરિયાદ નોધાઇ હતી. રિક્ષા માલિકે રિક્ષા ચોરી ની પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી. જેથી પોલીસે રિક્ષા ચોરીની શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે 16 એપ્રિલના રોજ પેટ્રોલિંગમાં ફરી રહી હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે લાલબાગ બ્રિજ નીચે એક શંકાસ્પદ આટોરિક્ષા સાથે મહેબુબખાન આદમખાન પઠાણ (રહે.સુલતાનિયા જીમખાના, કોઝવે પાસેની ઝુપડપટ્ટી રાદેર સુરતને ઝડપી પાડ્યો હતો. તેની પાસે રિક્ષાના પેપર્સ રજૂ કરવા માટે જણાવતા ન હતા. જેથી તેની કડકાઇથી પૂછપરછ કરતા ત્રણ દિવસ પહેલા સયાજીગં પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. રિક્ષા કબજે કર્યા બાદ ક્રાઇમ બ્રાન્ચે આગળની કાર્યવાહી માટે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં આરોપી અને રિક્ષા સુપરત કરવામાં આવ્યા હતા.