Accident News : અમદાવાદ – વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. નડિયાદ પાસે ટ્રેલરની પાછળ કાર ઘૂસી જતા દુર્ઘટના સર્જાઈ છે. કાર વડોદરાથી અમદાવાદ તરફ જઈ રહી હતી. અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે. જેમાં ઘટના સ્થળે જ આઠ લોકો અને બે લોકોના હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયા છે. હજુ પણ મૃત્યુઆંક વધે તેવી શક્યતા છે. અકસ્માત બાદ અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.
કાર અમદાવાદ પાસિંગની હોવાના અહેવાલ
દુર્ઘટનાગ્રસ્ત થયેલી અર્ટિગા કાર અમદાવાદ પાસિંગની છે. આ કારનો નંબર GJ-27-EC-2578 છે. કરણ ગીરીશભાઈ બ્રહ્મભટ્ટના નામ પર કારનું રજિસ્ટ્રેશન છે.
જિલ્લા કલેક્ટર ઘટના સ્થળે જવારવાના થયા
જિલ્લા કલેક્ટર ઘટના સ્થળે જવા રવાના થયા છે. બે ઈમરજન્સી 108 અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. 108ની ટીમના જણાવ્યા અનુસાર, ‘આઠ લોકોના ઘટના સ્થળે મોત થયા હતા. જ્યારે ત્રણ લોકોને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડ્યા હતા.’ મળતી માહિતી અનુસાર, બે લોકોના સારવાર દરમિયાન મોત થયા હતા.