અમદાવાદ,
બુધવાર
શહેરના ગુલબાઇ ટેકરા વિસ્તારમાં આવેલા સદાશીવ મહાદેવ મંદિર પાસે કેટલાંક શખ્સોએ આઠમની
ધાર્મિક વિધીના નામે બે અબોલ પશુઓની બલી ચઢાવી હોવાની ઘટના બની છે. જે અગે ગુજરાત યુનિવર્સિટી
પોલીસે ગુનો નોંધીને તપાસ શરૃ કરી છે.શહેરમાં આવેલી એનીમલ વેલફેર સંસ્થામાં ફરજ બજાવતા આકાશ ચાવડા
અને અન્ય સંસ્થા સાથે જોડાયેલા દિપાબેન જોષીને
બાતમી મળી હતી કે ચૈત્ર મહિનાની આઠમે ધાર્મિક
વિધીના નામે પશુઓની બલી ચઢાવવામાં આવે છે. જેમાં ગુલબાઇ ટેકરા પાસે સદાશીવ મંદિર પાસેથી
પસાર થતા તેમણે જોયું હતું કે ચાર મહિલાઓ અને
પુરૃષોએ બે બકરાને મોટા છરાથી બલી માટે મોતને ઘાટ ઉતાર્યા હતા. જેથી આ અંગે ગુજરાત
યુનિવર્સિટી પોલીસ સ્ટેશન પર જાણ કરતા પોલીસે
સ્થળે જઇને તપાસ કરી હતી. જેમાં બે બકરાના માથાને વિધીમાં મુકેલા જોવા મળ્યા હતા. આ
અંગે પોલીસે એક મહિલા સહિત પાંચ લોકો સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.