– ઈરાન પાસે એટમબોમ્બ હોવાની શંકા ઘેરી બની રહી છે

– ઈરાને હાઈપર સોનિક અને બેલાસ્ટિક મિસાઈલ્સ તૈયાર રાખ્યા છે : હાઈપર સોનિકની રેન્જ ૧૪૦૦ કિ.મી.ની છે : ફતેહ મિસાઈલની ગતિ ૧૬૦૫૦ કિ.મી. / કલાકની છે

નવી દિલ્હી : ઈઝરાયલ પર ઈરાને કરેલા ડ્રોન હુમલાને ૩ દિવસ વીતી ગયા છે પરંતુ હજી ઈઝરાયલ વળતો પ્રહાર નથી કરી શક્યું. તેની યુદ્ધ કેબિનેટની મીટીંગો ચાલી રહી છે અને હુમલાની રણનીતિ રચી રહી છે. બેન્જામીન નેતન્યાહૂએ સોમવારે બે વખત વોર કેબિનેટની મીટીંગ બોલાવી હતી. તે પરથી અંદાજ આવે છે કે તેઓ કેટલા ચિંતાગ્રસ્ત છે. ઈઝરાયલની સેનાના વડાએ કહ્યું છે કે આ સપ્તાહના અંત સુધીમાં ઈઝરાયલ ઈરાનના હુમલાનો જવાબ આવશે. જોકે ઘણાએ પશ્ચિમી દેશો ઈઝરાયેલને મધ્ય પૂર્વમાં સંઘર્ષ નહીં વધારવા દબાણ કરી રહ્યા છે.

આમ છતાં ઈઝરાયલનાં દળોએ સેન્ટ્રલ અને અમર ગેલીવી પ્રદેશમાં યુદ્ધની મૉકફીલ કરી હતી, અને તેના યુદ્ધ વિમાનોએ પણ કવાયત કરી હતી. આ ઉપરાંત ટેન્કો અને બખ્તરિયા વાહનો પણ કવાયતમાં જોડાયા. સાથે દક્ષિણ લેબેનોનમાં એર-સ્ટ્રાઈક કરી ઈરાન સમર્પિત હિઝબુલ્લાહ જુથના કેટલાએ સ્થળો પર પણ બોમ્બવર્ષા કરી.

બીજી તરફ ઈરાને વિડીયો દ્વારા ધમકી આપી છે કે તે કોઈપણ હુમલાનો જવાબ આપવા તૈયાર છે. જો ઈઝરાયલ હુમલો કરશે તો ઘડીભરમાં જ તે વળતો હુમલો કરશે. ત્યારે તે ૧૨ દિવસની રાહ નહીં જુએ.

ઈરાનના નાયબ-વિદેશી મંત્રી અલિ બાઘેરી કાનીએ ચેતવણી આપી છે કે આ વખતે અમારો દેશ બેવડી તાકાતથી ઈઝરાયલ પર હુમલો કરશે અને એક સાથે ૪૦૦ મિસાઈલ્સ છોડશે. અમે ૧૦૦ મિસાઈલ્સ તૈયાર રાખ્યા છે. અમે કેટલાએ વર્ષોથી આ દિવસની રાહ જોઈ રહ્યા છીએ.

ઈરાનના સંરક્ષણ મંત્રી અબ્દુલ ફઝલે કહ્યું હતું કે ”ઈરાન” નવા જ પ્રકારના શસ્ત્રનો પ્રયોગ કરશે. આ સાથે ઈરાન પાસે એટમબોમ્બ હોવાની શંકા ઘેરી બની રહી છે. બીજી તરફ ઈરાનનાં હાઈપસ્સોનિક અને બેલાસ્ટિક મિસાઈલ્સ ‘રેડી-મોડ’માં છે. હાઈપર સોનિક મિસાઈલ્સની રેન્જ ૧૪૦૦ કિ.મી. છે. તેના ફતેહ મિસાઈલ્સની ગતિ કલાકના ૧૬૦૫૦ કિ.મી.ની છે. તે ઈન્ટરસેપ્ટ થઈ શકે તેમ નથી. અમેરિકા, બ્રિટન કે ઈઝરાયલ કોઈપણ ડીફેન્સ સીસ્ટીમ તેને ઈન્ટરસેપ્ટ કરી શકે તેમ નથી. રવિવારે રાત્રે અમેરિકા, બ્રિટન અને ઈઝરાયલે કુલ છ દેશોની સહાયથી ઈરાનના ૯૦ ટકા મિસાઈલ્સ તોડી પાડયા હતા. તેમાં તે દેશોની ડીફેન્સ સીસ્ટીમ્સની સહાય હતી.

ઈરાનની આ તૈયારીથી ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામીનનું ટેન્શન વધી ગયું છે. તો બીજી તરફ અમેરિકાના પ્રમુખ જો-બાયડેનનું પણ ટેન્શન વધી ગયું છે. બાયડેનને તે ચિંતા છે કે જો ઈરાન વિધ્વંસક શસ્ત્રોનો ઉપયોગ કરશે તો ઈઝરાયલ પણ ઘાતક શસ્ત્રોનો ઉપયોગ કરશે. તેથી માત્ર પ્રાદેશિક અશાંતિ જ નહીં વધે પરંતુ દુનિયાભરમાં યુદ્ધ ભડકી ઉઠે. જેના પરિણામો ઘાતક હોઈ શકે. તેની અસર અમેરિકાના પ્રમુખપદની ચુંટણી પર પણ પડી શકે.

ઉલ્લેખનીય છે કે ઈઝરાયલ પાસે ૮૦ એટમ બોમ્બ હોવાનું મનાઈ રહ્યું છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *