Vadodara Corporation Checking News : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે ઉનાળાની સિઝનમાં જ્યારે પાણીની ડિમાન્ડ ખૂબ વધી જાય છે, ત્યારે નોન પેકેજીંગ ડ્રિંકિંગ વોટર એટલે કે જગ દ્વારા પાણીનું વેચાણ કરતા ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ કરવામાં આવે છે. આજરોજ કોર્પોરેશનની બે ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. ફૂડ સેફ્ટી ઓફિસરોની એક ટીમ માંજલપુર, મકરપુરા જીઆઇડીસી, તરસાલી વગેરે વિસ્તારમાં ગઈ હતી. જ્યારે બીજી ટીમ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં કામે લાગી હતી. માંજલપુર, મકરપુરા, તરસાલી વિસ્તારમાં 11 સ્થળે ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં ખાસ તો પાણીની સ્વચ્છતા, પાણી ઠંડુ કરવા માટે નાઇટ્રોજનનો ઉપયોગ કરાય છે કે કેમ, પાણી જગમાં ભરવા માટે કોર્પોરેશનનું વાપરે છે કે પછી ખાનગી બોરનું તેની પણ તપાસ કરવામાં આવી હતી. જો કે ક્યાંયથી કશું વાંધાજનક મળી આવ્યું ન હતું.

આ ઉપરાંત જગમાં જે પાણી ભરવામાં આવે છે તેનો લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવે છે કે કેમ તે પણ તપાસવામાં આવે છે. ઉનાળાની સિઝનમાં પાણીની તકલીફ પડતી હોય છે, ત્યારે અને ખાસ તો જ્યારે વિસ્તારમાં ગંદા પાણીની ફરિયાદો ઉઠે ત્યારે લોકો પીવા માટે જગનું વેચાતું પાણી લેતા હોય છે. હજુ તાજેતરમાં શહેરના પૂર્વ વિસ્તારમાં પાણીની લાઇન લીકેજ થઈ હતી અને લોકોને સતત બે દિવસ સુધી પાણી નહોતું મળ્યું, ત્યારે પાણીના જગની ડિમાન્ડ ખૂબ વધી ગઈ હતી.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *