Bike Theft Case in Vadodara : ઓનલાઇન ગેમના રવાડે ચડેલા એક યુવકે સ્કૂટરની ઉઠાંતરી કરતા પોલીસના હાથે આબાદ ઝડપાઈ ગયો હતો.

વાઘોડિયા રોડ ના પરિવાર ચાર રસ્તા પાસે ક્રાઈમ બ્રાન્ચની ટીમે એક યુવકને અટકાવી સ્કૂટરના કાગળ માંગતા તેની પાસે કોઈ પેપસૅ ન હતા. જેથી પોલીસે સ્કૂટરના નંબરના આધારે વધુ તપાસ કરતા આ સ્કૂટર તા.4 એપ્રિલે વાઘોડિયા રોડની સુખધામ રેસીડેન્સી ખાતેથી ચોરાયુ હોવાની વિગતો ખૂલી હતી.

પોલીસની તપાસ દરમિયાન રુદ્રકુમાર ઉર્ફે તીર્થ નરેન્દ્રકુમાર ત્રિવેદી (ખટંબા અર્બન રેસીડેન્સી, વાઘોડિયા રોડ મૂળ માલુ તા.સંખેડા છોટાઉદેપુર) હોવાનું ખુલ્યું હતું. પોલીસ સમક્ષ ભાંગી પડેલા યુવકે ઓનલાઇન ગેમમાં રૂ.70,000 નું દેવું થઈ ગયું હોવાથી તેમજ નોકરી જવા માટે વાહનની જરૂર હોવાથી સ્કૂટરની ચોરી કર્યાની કબુલાત કરી હતી. જેથી તેની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *