– ઓટિઝમ
જન્મજાત છે પણ 3 થી 6 વર્ષની વયે તેની ઓળખ થાય છે
: છોકરીઓ કરતા છોકરાઓમાં વધુ જોવા મળે છે

      સુરત :

ઓટિઝમએ કોઈ ખીમારી નથી,પણ ન્યુરોડેવલપમેન્ટલ ડિસઓર્ડર છે. આખા વિશ્વમાં ઓટિઝમના કેસ ચિંતાજનક રીતે
વધી રહ્યા છે. ભારતમાં દર ૭૦ બાળકોએ એક ઓટિઝમથી પીડાય છે. સુરતની વાત કરીએ તો ઓટિઝમના
૧૦
,૦૦૦ હજાર કેસ હોવાનો શક્યતા છે.

 ઓટિઝમને લઈ લોકોમાં જાગૃતિ આવે તે માટે દર વર્ષે
રજી એપ્રિલના રોજ વિશ્વ ઓટિઝમ દિવસ

મનાવાય છે. ઓટિઝમનો ઉપાય માત્ર દવા નથી. આ બાળકોને ધીરજપૂર્વકની
સારસંભાળ
, લાગણી, હુંફ અને આત્મીયતાથી
નોર્મલ બાળકોની હરોળમાં લાવી શકાય છે. જયારે ભારતમાં દર ૭૦ બાળકે એક બાળક ને ઓટિઝમ
છે. તે અંદાજથી સુરતમાં ૧૦ હજાર બાળકોને ઓટિઝમ હોવાની શક્યતા છે.

ઓટિઝમ છોકરાઓમાં
વધુ જોવા મળે છે. દર એક છોકરીએ ત્રણ છોકરાના પ્રમાણમાં ઓટીઝમ જોવા મળે છે એવુ સ્મીમેર
હોસ્પિટલના માનસિક રોગ વિભાગના વડા ડો. પગાર શાહે કહ્યુ હતું. ઓટીઝમ જન્મજાત હોવા છતાં
સામાન્ય રીતે બાળક ૩-૬ વર્ષનું થાય ત્યારે જ તેની ઓળખ થતી હોય છે. જેથી જો ઓટિઝમની
ઓળખ જેટલી વહેલી અથવા નાની ઉંમરે થઈ શકે
,
તેટલી તેના માટે જરૃરી ટ્રેનિંગ કે સપોર્ટ બાળકને મળતા આગળ જતા બાળકમાં
વધુ સારી પ્રગતિ થઈ શકે છે.

– ઓટિઝમના લક્ષણો

બાળક
સામાન્ય રીતે આંખથી આંખ પરોવીને વાત કરવાનો કે જોવાનું ટાળે છે
, બાળકની સામે જોઈ તમે
જ્યારે સ્મિત આપો. તો સામે બાળક સ્મિત આપવાનું ટાળે છે
, સામાન્ય
રીતે બાળકનું નામ દઈને તેને બોલાવો તો પણ બાળક તમારી તરફ જોવાનું ટાળે છે
બાળક યોગ્ય ઉંમરે બોલતા નથી
શીખતો તેમજ મોટી ઉંમર સુધી ભાષાની સમજણ કેળવાતી નથી
, બાળક
અમુક ચોક્કસ પ્રકારના હાવ ભાવ કે વર્તન હાથ પગની હરકત કે ચહેરા પરના હાવ ભાવ
વારંવાર અને અકારણ કર્યા કરે છે
, બાળક બીજા બાળકો સાથે
રમવાનું ટાળે છે અને મુખ્યત્વે એકલા રહી પોતાની અમુક ચોક્કસ પ્રકારની ગમતી વસ્તુઓ
સાથે કલાકો સમય વિતાવે છે
, બાળકને અમુક ચોક્કસ પ્રકારની
રહેણીકરણી વસ્તુઓ ગમતી હોવાથી તેમાં કોઈપણ પ્રકારના ફેરફાર કરવાનો સતત ટાળે છે
,
બાળક સામાન્ય રીતે ઢીંગલા ઢીંગલી અથવા ઘર ઘર જેવી સામાજિક રમત ગમતો.
રમવાનું ટાળે છે
, બાળકને અમુક ચોક્કસ પ્રકારનો સ્પર્શ ગ્રંથ
અથવા પ્રકાશ પસંદ હોય છે અને તે વારંવાર કરવાનું આગ્રહ રાખે છે.

 – માતા-પિતાની
સમસ્યાને  લીધે બાળકોને ઓટિઝમ થઇ શકે છે

માતા-પિતા
સાથે જોડાયેલા રિસ્કફેકટરમાં જો માતા અથવા પિતાની ઉંમર વધારે હોય
, પહેલું બાળક ઓટિઝમ
વાળું હોય
, માતા-પિતામાં સ્કીઝોફિનિયા કે બીજી કોઇ માનસિક
તકલીફ હોય
, પ્રેગ્નન્સી દરમિયાન માતા આલ્કોહોલનું સેવન અથવા
ખેંચની સોડીયમ વાલ્પોરેટ ટેબલેટ લેતી હોય. જયારે બાળકો સાથે જોડાયેલા
રિસ્પેકેટરમાં જન્મે ત્યારે જન્મજાત કોઇ મગજની ખોળખાંપણ હોય
, કોઇ જીનેટીક બિમારી હોય, રંગ સુત્રો સાથે જોડાયેલ
કોઇ બિમારી હોય જેમ કે ડાઉન સિન્ડ્રોમ
, જન્મ વખતે બાળક રેડ
નહી અને વારંવાર ખેંચ આવતા મગજને નુકસાન થયુ હોય કે શેરીબ્રેક પાલ્સી નામની બિમારી
હોય
, એવુ ઇન્ડીયન એકેડેમીક ઓફ પીડીયાટ્રીક્સના પ્રવક્તા ડો.
પ્રશાંત કારિયાએ જણાવ્યું હતું.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *