– મેસેજ લખ્યો `લે 12 મી વાલા ડોક્ટર અહીંઆ બી પહોંચી ગયા, વાહ વાહ અભણ, આ ડોકટર કાઢી નાંખ નહીં તો કોઇ કેસ કરશે બેન`

સુરત

મોટા વરાછામાં પતિ સાથે હોસ્પિટલ ચલાવતી ડોક્ટરના ઇન્સ્ટાગ્રામ આઇડી ઉપર `લે 12 મી વાલા ડોક્ટર અહીંઆ બી પહોંચી ગયા, વાહ વાહ અભણ, આ ડોકટર કાઢી નાંખ નહીં તો કોઇ કેસ કરશે બેન` ઉપરાંત બિભત્સ ગાળ લખી બદનામ કરતા મેસેજ ફેક આઇડી ઉપરથી કરનાર અજાણ્યા વિરૂધ્ધ ઉત્રાણ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

મોટા વરાછા વિસ્તારમાં રહેતી અને ઘર નજીક પતિ સાથે હોસ્પિટલ ચલાવતી 23 વર્ષીય ડોક્ટર પ્રિયંકા (નામ બદલ્યું છે) ના ઇન્સ્ટાગ્રામ આઇડી ઉપર સપ્ટેમ્બર 2023 માં એકતા પટેલ નામના આઇડી ધારકનો મેસેજ આવ્યો હતો. મેસેજમાં લખ્યું હતું કે `લે 12 મી વાલા ડોક્ટર અહીંઆ બી પહોંચી ગયા, વાહ વાહ અભણ, આ ડોકટર કાઢી નાંખ નહીં તો કોઇ કેસ કરશે બેન` જેથી ડો. પ્રિયંકાએ તેનો રિપ્લાય આપતા લખ્યું હતું કે હેલો, હા તો બોલ તને શું પ્રોબ્લમ છે ? દમ હોય તો સામે આવ ને. પરંતુ ત્યાર બાદ એકતા પટેલ નામના આઇડી ધારકે ચારિત્ર્ય અંગેના ખોટા ઉપરાંત બિભત્સ ગાળ લખી હેરાન પરેશાન કરી બદનામ કરતા મેસેજ કર્યા હતા. જેને પગલે ડો. પ્રિયંકાએ સાયબર ક્રાઇમના હેલ્પ લાઇન નંબર ઉપર કોલ કર્યા બાદ ઉત્રાણ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ટેક્નિકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરતા એકતા પટેલ નામે બોગસ આઇડી ધારક બીજુ કોઇ નહીં પરંતુ ડો. પ્રિયંકાની ફ્રેન્ડ અને તેની પેશન્ટ હોવાનું જાણવા મળતા પોલીસે તેણીને નોટીસ આપી હાજર થવા જણાવ્યું છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *