Vadodara Corporation : વડોદરા શહેરની મધ્યમાં આવેલ પૌરાણિક અને ધાર્મિક આસ્થા ધરાવતું સિધ્ધનાથ તળાવ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીના લીધે ગંદુ ગોબરુ અને ગંધાતું બની ગયું છે. તળાવના પાણી પર લીલની ચાદર છવાઈ ગઈ છે.
વોર્ડ નંબર 13 ના કોંગ્રેસના સિનિયર કોર્પોરેટરના કહેવા મુજબ આશરે 6.50 કરોડના ખર્ચે બ્યુટીફિકેશનની કામગીરી કર્યા પછી પણ સિધ્ધનાથ તળાવની આવી હાલત છે. અગાઉ તળાવ સાફ કરવા માટે રજૂઆત કરી હતી.