Image: IANS
Sewage water released in lake: ગણેશોત્સવ હિન્દુ ધર્મના લોકો માટે ખૂબ જ પવિત્ર તહેવાર મનાય છે ત્યારે આ દરમિયાન ભગવાન ગણેશની મૂર્તિ ભક્તો દ્વારા તેમના ઘરો-વિસ્તાર-પંડાલમાં ભારે આસ્થા સાથે સ્થાપિત કરવામાં આવે છે. 9 દિવસો સુધી ભવ્ય ઉત્સવ તરીકે પ્રાર્થના-પૂજના બાદ 10માં દિવસે ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે. જોકે હૈદરાબાદમાં તેમની આસ્થા સાથે ખિલવાડ કરવાના પ્રયાસ કરાયા છે.
જાણો શું છે મામલો?
માહિતી અનુસાર, હૈદરાબાદમાં સ્થાનિકો પોતાની આસ્થા સાથે ખિલવાડના આરોપ સાથે રોષે ભરાયા છે કારણ કે, ગ્રેટર હૈદરાબાદ નગર પાલિકાના અધિકારીઓએ કથિત રીતે ગણપતિ વિસર્જન માટે ઉપયોગમાં લેવાતા કપરા તળાવને ગંદુ કરી નાખ્યું છે. અહીં પાલિકા દ્વારા વરસાદી પાણીની સાથે જ ગટરનું મિશ્રિત ગંદુ પાણી તળાવમાં જ છોડી દેવાયું છે.
સ્થાનિકે જણાવી આંખોદેખી વાત…
સૈનિકપુરી અને કપરા વિસ્તારના સ્થાનિકોનો આરોપ છે કે નગર પાલિકાના અધિકારીઓએ જાણી જોઈને આ પાપ કર્યું છે. તેઓ તળાવમાં પાણીની માત્રા વધારે બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જે માટે વરસાદી પાણી સાથે ગટરનું પાણી પણ તળાવમાં ઠાલવી દેવાયું. આ તળાવથી લગભગ 300 મીટર દૂર રહેતાં એક સ્થાનિક વ્યક્તિ રમના રેડ્ડી કહે છે કે, થોડા દિવસો પહેલાં તો તળાવ આખું સૂકાયેલું હતું, પરંતુ હવે તે એકાએક છલોછલ ભરાઈ ગયું છે. પાણીમાંથી આવતી દુર્ગંધ પરથી જ ખબર પડી જાય છે કે, આ વરસાદી પાણી નથી પણ તેમાં ગટરનું પાણી ઠાલવી દેવાયું છે.’
આ પણ વાંચોઃ બે દિવસમાં ગેરકાયદે મસ્જિદ તોડી પાડવા હિન્દુ સંગઠનની માગ
તળાવમાં બીજું પાણી ઉમેરતાની સાથે જ તેનો પ્રાકૃતિક જળ પ્રવાહ ખતમ થઈ ગયો હતો અને ગટરના પાણીના પ્રવાહના કારણે તળાવ જાણે ગટરમાં ફેરવાઈ ગયું હતું. સ્ટ્રેટેજિક ડ્રેઇન ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ, તળાવને પુનર્જિવિત કરવા માટે થોડાં વર્ષો પહેલાં નાગીરેડ્ડી કુંટાથી બોક્સ ડ્રેઇનનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. રેડ્ડીના જણાવ્યાં અનુસાર, ‘આ યોજનાથી સેડિમેન્ટ ડેમ બનાવવાનો હતો, જેનાથી તળાવમાં છોડવામાં આવતા પાણીને પહેલાં શુદ્ધ કરવામાં આવશે. નાગીરેડ્ડી કુંટાથી યાપરલ તરફનો બોક્સ ડ્રેઇન ‘રાઈટ ઓફ વે’ (Right To Way) ના મુદ્દાને કારણે અધવચ્ચે જ અટવાઈ ગયો છે, જોકે ચટ્ટાનોના ફિલ્ટર બેડ સાથે સેડિમેન્ટ ડેમનું બાંધકામ પૂરું થઈ ગયું છે. પરંતુ, હજું તેમાં થોડી સુધારા પ્રક્રિયા શરૂ કરવાની છે. તળાવને પાણીથી ભરવા માટે હવે અધિકારીઓ અધુરા બોક્સ ડ્રેઇન સાથે એક અસ્થાયી ચેનલ ખોદી છે, જેથી યોગ્ય ઉપાય વિના જ પાણીને સીધું તળાવમાં નાંખી શકાય. GHMC ના અધિકારીના નીરિક્ષણ બાદ, ફિલ્ટર બેડને પણ હટાવી દેવામાં આવ્યું છે, જેનાથી તળાવનું પાણી ગટરમાં ફેરવાઈ ગયું છે.’