જૂનાગઢમાં અમદાવાદના પેઢીના કર્મચારીઓ સાથે રૂપિયા 1 કરોડથી વધુની લૂંટ થઈ હોવાની વાત સામે આવી છે,3 અજાણ્યા શખ્સો દ્રારા રોકડ, સોનું સહિત અંદાજે 1 કરોડથી વધુની લૂંટ કરવામા આવતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો છે,અમદાવાદની કલા ગોલ્ડ નામની પેઢીના બે કર્મચારીઓ લૂંટાયા હોવાની વાત સામે આવી છે.
બાંટવા સરાડીયા રોડ પર બની ઘટના
અમદાવાદથી જૂનાગઢ સોનું આપવા જઈ રહેલા બે કર્મચારીને લૂંટી લેવામાં આવ્યા છે,અજાણ્યા શખ્સો દ્રારા છરી બતાવીને લૂંટ કરવામા આવી છે.અમદાવાદાની કલા ગોલ્ડ નામની પેઢીના બે કર્મચારીઓને લૂંટી લેવામાં આવ્યા છે.સોની વેપારીની દુકાનની સીસીટીવી પણ સામે આવ્યા છે,જેના આધારે પોલીસે તપાસ હાથધરી છે.સોનીની દુકાનમાં ડિલિવરી કરીને કુતિયાણા ગયા હતા અને કુતિયાણાથી પરત ફરતી વખતે આ ઘટના બની હોવાની વાત સામે આવી છે.કુતિયાણાથી પરત ફરતા સમયે બની ઘટના.
શખ્સોએ છરી બતાવીને કરી લૂંટ
અમદાવાદથી કાર લઈને બે કર્મચારીઓ જૂનાગઢ ગયા હતા તે દરમિયાન સોની વેપારીને માલ આપ્યો અને પરત ફરી રહ્યા હતા તે દરમિયાન બાઈક પર આવેલા 3 શખ્સોએ છરી બતાવીને લૂંટ કરી હતી,કર્મચારીઓ ગભરાઈ જતા તેમની પાસે રહેલુ સોનું અને રોકડ શખ્સોને આપી દીધી હતી અને તેઓ લઈને ફરાર થઈ ગયા હતા,ઘટનાની જાણ થતા એસપી,એસઓજી અને ક્રાઈમની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ કાર્યવાહી હાથધરી હતી,આસપાસના સીસીટીવી તેમજ પોલીસે નાકાબંધી પણ જાહેર કરી છે.
કારમાં પંચર પડતા બની ઘટના
કુતિયાણા તરફથી આવતા અમદાવાદના બે સેલ્સમેન પોતાની ફોર વ્હીલ લઈ સોમનાથ તરફ જતા હતા તે સમયે બાટવા-કુતિયાણા રોડ પર પોતાની કારમાં પંચર પડતા આ બંને સેલ્સમેન ઊભા હતા. ત્યારે અચાનક જ બાઈક પર આવી એક વ્યક્તિએ આ સેલ્સમેન સાથે અપશબ્દો બોલી માથાકૂટ શરૂ કરી હતી. ત્યારે જોતજોતામાં અચાનક જ બે અન્ય ઈસમો આવી છરી બતાવી માર મારીને કારમાંથી અઢી કિલો સોનુ, પાંચ કિલો ચાંદી અને 2.50 લાખ રોકડ અને સેલ્સમેના મોબાઈલ ફોન પણ લૂંટી ગયા હતા.