અમદાવાદ,સોમવાર,2 સપ્ટેમબર,2024

અમદાવાદમાં છેલ્લા એક મહિનાથી સતત વરસાદ અને ભેજવાળુ
વાતાવરણ જોવા મળે છે.નવરંગપુરા
,થલતેજ
ઉપરાંત ગોતા સહિતના વિસ્તારમાં ડેન્ગ્યૂ તેમજ ચિકનગુનિયાના કેસમાં વધારો થયો છે.
ઓગસ્ટ મહિનામાં શહેરમાં ડેન્ગ્યૂના ૬૮૮ કેસ નોંધાયા હતા. સરખેજ
, ચાંદખેડા તેમજ
થલતેજ
, અસારવા
વોર્ડમાં વોર્ડ દીઠ ચિકનગુનિયાના છ-છ કેસ નોંધાયા છે.

શહેરમાં એક મહિનાના સમયમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના
કેસ સતત વધી રહયા છે.૨૪ ઓગસ્ટ સુધીમાં ડેન્ગ્યૂના ૪૮૮ કેસ નોંધાયા હતા. ૩૧ ઓગસ્ટ
સુધીના એક જ સપ્તાહમાં ડેન્ગ્યૂના ૨૦૦ કેસનો વધારો થતા ૩૧ ઓગસ્ટ સુધીમા ડેન્ગ્યૂના
કુલ ૬૮૮ કેસ નોંધાયા હતા.સરખેજ ઉપરાંત ગોતા
, થલતેજ
તથા નવરંગપુરા અને વસ્ત્રાલ વોર્ડમાં ડેન્ગ્યૂના કેસનું પ્રમાણ વધુ જોવા મળી રહયુ
છે.  મ્યુનિ.ના ઈન્ચાર્જ મેડીકલ ઓફિસર ઓફ
હેલ્થ ડોકટર ભાવિન સોલંકીએ કહયુ
,
મ્યુનિ.ના આરોગ્ય વિભાગ તરફથી વિવિધ વોર્ડ વિસ્તારમાં ફોગીંગ સહિતની અન્ય
કામગીરી મચ્છરના બ્રિડીંગને નિયંત્રણમાં લેવા કરવામાં આવી રહી છે.ઘણાં લોકો
મકાનમાં પક્ષી ચાટ રાખે છે. આ પક્ષી ચાટમાં પણ મચ્છરના બ્રિડીંગ જોવા મળ્યા
છે.શહેરીજનોને પક્ષીચાટ કોરી કરવાની સાથે નકામા ભંગાર
,ટાયર સહિતના
જેમાં પાણી ભરાયેલુ રહેતુ હોય તેનો નિકાલ કરવા તંત્રે અપીલ કરી છે.પાણીજન્ય રોગના
કેસમાં પણ વધારો થતા શહેરના અલગ અલગ વિસ્તારમાંથી પાણીના સેમ્પલ લેવામાં આવ્યા
હતા.ઓગસ્ટ મહિનામાં પાણીના લેવામાં આવેલા સેમ્પલ પૈકી ૪૩૦ સેમ્પલનો કલોરીન રીપોર્ટ
નીલ આવ્યો હતો.૧૬૫ પાણીના સેમ્પલ અનફીટ જાહેર કરાયા હતા.

શહેરમાં કયા રોગના કેટલાં કેસ

રોગ            કેસની
સંખ્યા

મેલેરિયા        ૨૧૨

ઝેરી મેલેરિયા  ૩૪

ડેન્ગ્યૂ           ૬૮૮

ચિકનગુનિયા   ૫૮

ઝાડા ઉલટી    ૭૫૧

કમળો          ૫૩૮

ટાઈફોઈડ       ૭૮૮

કોલેરા          ૨૩

શંકાસ્પદ ડેન્ગ્યૂથી પંદર મહિનાની બાળકીનું સારવાર દરમિયાન
મોત

        અમદાવાદમાં ડેનગ્યૂના સતત વધી રહેલા
કેસની સાથે બહેરામપુરા વિસ્તારમાં શંકાસ્પદ ડેન્ગ્યૂથી પંદર મહિનાની બાળકીનું મોત
થયુ છે.બાળકીને તાવ આવ્યા બાદ ત્રણથી ચાર દિવસ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ
કરવામાં આવી હતી.આમ છતાં ફરક નહી જણાતા એલ.જી.હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામા
આવી હતી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી તે સમયથી જ તેણીની તબિયત નાજુક
હતી.હોસ્પિટલના ઈન્ચાર્જ સુપ્રિટેન્ડન્ટ ડોકટર લીનાબેન ડાભીની મળેલી પ્રતિક્રીયા
મુજબ
, સોમવારે
બપોરના ત્રણ કલાકના સુમારે બાળકીનુ મૃત્યુ થયુ હતુ.જયાં સારવાર દરમિયાન તેણીનુ મોત
થયુ હતુ.શહેરમાં આ અગાઉ વાસણા વિસ્તારમાં રહેતી ૧૧ વર્ષની તથા વસ્ત્રાલ વિસ્તારમાં
રહેતી ૧૨ વર્ષની કિશોરીનું ડેન્ગ્યૂની સારવાર દરમિયાન મોત થયા હતા.આમ આ વર્ષે
અત્યારસુધીમાં ડેન્ગ્યૂથી ત્રણ કિશોરીના અમદાવાદમાં મોત થયા છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *