Jamnagar Gambling News : શ્રાવણ માસ પૂર્ણ થઈ ગયો છતાં જુગારીઓ પોતાનું નશીબ અજમાવી રહયા છે. ત્યારે ગઈકાલે જામનગર શહેર તેમજ કાલાવડ અને લાલપુરમાં પોલીસે જુદા જુદા સાત દરોડાઓ પાડયા હતા. જેમાં 26 મહિલા સહિત 47 જુગારીઓને ઝડપી લઈ તેઓ પાસેથી રૂપિયા 65 હજારની રોકડ રકમ સહિતનો મુદામાલ કબ્જે કર્યો છે.
જામનગરમાં રામેશ્વરગર, માટેલ ચોક પાસે ગાયત્રી નગરમાં બાતમીના આધારે પોલીસે દરોડો પાડયો હતો. ત્યાં જુગાર રમી રહેલ મનિષાબા નરેન્દ્રસિંહ રાયજાદા, ડીમ્પલબા અર્જુનસિંહ જાડેજા, રીટાબા, હેતલબેન ધીરજભાઈ સીમરિયા, સીમાબેન રાજેશભાઈ મડોરા, ગજેન્દ્રસિંહ દિલીપસિંહ જાડેજા, રાજેશ અરજણભાઈ પ્રજાપતિ અને નરેન્દ્રસિંહ પ્રવીણસિંહ રાયજાદા સહિત આઠ જુગારીઓને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂા.5160 કબ્જે કર્યા હતા.
જ્યારે શહેરના શાંતિનગર શેરી નંબર બેના છેડે તીનપતી નામનો જુગાર રમી રહેલ નયનાબા કનકસિંહ જાડેજા, કૈલાશબા શાંતુભા જાડેજા, રૂપલબા કુલદીપસિંહ રાઠોડ, રમાબા રાઠોડ અને સગુણાબેન વિજયદાન ગઢવી સહિત પાંચ મહિલાઓને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂા.2390 કબ્જે કર્યા હતા.
આ ઉપરાંત શહેરના હનુમાન ટેકરી પાસે આવેલ સોનલ નગરમાં ગંજીપના વડે જુગાર રમી રહેલ માનકુંવરબા નારૂભા જાડેજા, હંસાબેન મુકેશભાઈ પીંગળ, બાલુબેન મનસુખભાઈ પીંગળ, રંજનબેન ગીરધરભાઈ સુરડિયા, સંજયસિંહ નારૂભા જાડેજા અને ગુમાનસિંહ હરિસિંહ રાઠોડ નામના 6 જુગારીઓને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂા.10,440 કબ્જે કર્યા હતા.
જ્યારે શહેરના રાંદલ નગર વિસ્તારમાં રામાપીરના મંદિર પાસે જાહેરમાં તીનપતી નામનો જુગાર રમી રહેલ જયદીપસિંહ રણુભા જાડેજા, કિરણબા દશરથસિંહ જાડેજા, રંજનબા ભરતસિંહ ઝાલા, નયનાબા કનકસિંહ ચુડાસમા, તેજલબા દશરથસિંહ જાડેજા અને અલ્પાબા ગજેન્દ્રસિંહ ઝાલા સહિત છ જુગારીઓની અટકાયત કરી તેઓ પાસેથી રોકડ રૂા.2800 કબ્જે કર્યા હતા.
આ ઉપરાંત જામનગરના રણજીતસાગર રોડ પર આવેલ જડેશ્વર લોર્ડ શિવા રેસિડેન્સી પાસે ગંજીપના વડે જુગાર રમી રહેલ હાર્દિક રસિકભાઈ અકબરી, ચંદ્રકાંત રતિલાલ પાડલિયા, રિધ્ધિબેન પ્રદીપભાઈ પાડલિયા, મનિષાબેન દેવેન્દ્રભાઈ ત્રિવેદી, મીનાબેન પ્રદીપભાઈ પાડલિયા, પૂજાબેન અરવિંદભાઈ સોઢા, માલાબેન અનિલભાઈ રાયઠઠા, સોનલબા અનોપસિંહ જાડેજા અને સોનલબેન મહેન્દ્રભાઈ કાનાણી સહિત નવ શખ્સોની અટકાયત કરી તેઓ પાસેથી રોકડ રૂા.22,410 કબ્જે કર્યા હતા.
જ્યારે કાલાવડ તાલુકાના ધુનધોરાજી ગામે રામાપીરના મંદિર પાસે જાહેરમાં રોન પોલીસનો જુગાર રમી રહેલ મુકેશ નાથાભાઈ પરમાર, કિશોર વશરામભાઈ સોલંકી, લખમણ બાબુલાલ મુછડિયા, પ્રવીણ ચનાભાઈ ચંદ્રપાલ અને રમણિક દેવાભાઈ ખીમસૂર્યા નામના પાંચ શખ્સોને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂા.11,600 કબ્જે કર્યા હતા.
આ ઉપરાંત લાલપુર તાલુકાના શેઠવડાળા ગામે સોસાયટી વિસ્તારમાં જાહેરમાં રોન પોલીસ નામનો જુગાર રમી રહેલ નાથાભાઈ મનજીભાઈ ચૌહાણ, દાનાભાઈ અરજણભાઈ વરૂ, નારણભાઈ કારાભાઈ બારાઈ, જગદિશ કરશનભાઈ ચૌહાણ, અલ્પેશ રામાભાઈ ચૌહાણ, અરવિંદ રમેશભાઈ ગોધમ, ખીમાભાઈ મેરાભાઈ બારાઈ તથા વિકાસ દેવાભાઈ વરાણિયા નામના આઠ શખસોને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂા.10,170 કબ્જે કર્યા હતા.