Jammu kashmir haryana Assembly Elections 2024 : જમ્મુ કાશ્મીર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેર થયા બાદ તમામ રાજકીય પક્ષો ચૂંટણીની તૈયારીમાં જોડાઈ ગયા છે. હરિયાણામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) વિધાનસભા ચૂંટણી માટે ગઠબંધનની વાતચીત ચાલી રહી છે. તો જમ્મુ કાશ્મીરમાં રાહુલ ગાંધીની રેલીઓ સાથે કોંગ્રેસ પાર્ટીનો ચૂંટણી પ્રચાર શરુ થઈ ગયો છે. આ સાથે ભારતીય જનતા પાર્ટી આજે હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી શકે છે. પરંતુ આ દરમિયાન જમ્મુ કાશ્મીરની ચૂંટણી રેલીમાં રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર જોરદાર પ્રહારો કર્યા હતા.
આ પણ વાંચો: ‘ટીપુ પણ સુલતાન બનવાના સપનાં જોતો હતો…’, અખિલેશના નિવેદન પછી યોગીનો વ્યંગ
સરકાર માત્ર અદાણી અને અંબાણીને ફાયદો પહોંચાડે છે
જમ્મુ-કાશ્મીરમાં એક રેલીને સંબોધન કરતાં રાહુલ ગાંધીએ કહ્યું કે, “સરકાર માત્ર અદાણી અને અંબાણીને ફાયદો પહોંચાડવા માટે કામ કરી રહી છે. જમ્મુ અને કાશ્મીરમાં દેશના અન્ય ભાગો કરતાં વધુ બેરોજગારી છે. ક્યારેક મોદીજી દરિયાની નીચે ચાલ્યા જાય છે, તો ક્યારેક કોઈ રાજનેતાને ગળે લગાડે છે. પરંતુ તેઓ ક્યારેય બેરોજગારી વિશે વાત નથી કરતા. કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સની સરકાર સત્તામાં આવવાની છે. અમે દરેક સરકારી ખાલી જગ્યાઓ ભરીશું અને તેની વયમર્યાદાને 40 વર્ષ સુધી વધારીશું. તેમજ દૈનિક વેતન મજૂરોને કાયમી ભરતી કરીશું.
આ પણ વાંચો : હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં થશે ‘દંગલ’, વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા લડશે ચૂંટણી
હવે તો નરેન્દ્ર મોદી હિંદુસ્તાનના લોકોથી ડરે છે: રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ કહ્યું કે, “હવે નરેન્દ્ર મોદી ભારતના લોકોથી ડરે છે અને હવે થોડો સમય બાકી રહ્યો છે, અમે નરેન્દ્ર મોદી અને ભાજપ સરકારને હટાવીશું. અમે ઈચ્છીએ છીએ કે દેશમાં ભાઈચારો રહે, દરેકને સન્માન મળે, અને એકબીજા સાથે સારી રીતે વાત થાય.”
કાશ્મીરમાં કોંગ્રેસ સરકાર બનાવવા પર રાહુલ ગાંધીએ કહ્યું કે, ” કાશ્મીરમાં અમારી સરકાર બનશે અને તમારા માટે પૂરા દિલથી કામ કરવામાં આવશે. આ એક સુંદર જગ્યા છે, ચૂંટણી પછી મારે અહીં ફરી આવવું પડશે. સાંગલદાન એક ખૂબ જ સુંદર જગ્યા છે. હું અહીં ઓછામાં ઓછા 2 થી 3 દિવસ વિતાવીશ.