સુરત
કોર્પોરેટરના રિમાન્ડની માંગ નકારાઇઃ ગેરકાયદે કસ્ટડીનો
બચાવપક્ષે આક્ષેપ કરતા દસ દિવસમાં ખુલાસો કરવા કોર્ટનો હુકમ
એસીબીએ
આરોપી કોર્પોરેટર વિપુલ સુહાગીયાને કોર્મટાં રજૂ કરી પાંચ દિવસના રિમાન્ડની માંગ
કરી હતી. સુનાવણીમાં સરકારપક્ષે એપીપી દિપેશ દવેએ જણાવ્યું હતું કે આરોપીએ પોતાના
હોદ્દાનો દુરુપયોગ કરીને જે સ્થળે લાંચની માંગણી કરી હતી તે સ્થળનું પંચનામું
કરવાનું છે. આરોપી ત્રણેક વર્ષોથી કોર્પોરેટર હોઈ સરકારી કામકાજ રાખતા
કોન્ટ્રાક્ટર, જાહેરજનતાના કામ કરાવા અન્ય લોકો પાસે લાંચ માંગી છે કે કેમ તેની તપાસ
કરવાની છે. હાલમાં આ બે કોર્પોરેટર વિપુલ સુહાગીયા તથા જીતેન્દ્ર કાછડીયા સિવાય
અન્યની સંડોવણી છે કે કેમ?આ અગાઉ આ મોડસ ઓપરેન્ડી મેળવી
ભ્રષ્ટાચાર આચર્યો છે કે કેમ? આરોપીઓના કૃત્યમાં સુરત
મ્યુ.કોર્પોરેશનના અધિકારી-કર્મચારીઓની સંડોવણી છે કે કેમ તેની તપાસ કરવાની છે.
જેના
વિરોધમાં આરોપીના બચાવપક્ષે ગોપાલ ઈટાલીયા,દિપક કોકસે એસીબીની કસ્ટડી ગેરકાયદે હોવાનો આક્ષેપ મુકી જણાવ્યુ ંહતું કે
એસીબીએ જે સેકશન હેઠળ આરોપીની ધરપકડ કરી
છે તે અંગેના કારણો આરોપીને જાણાવવા જોઈએ. જે અંગે સુપ્રિમ કોર્ટે આરોપીના ધરપકડ
કરવા અને ન કરવા અંગે અર્નેસ્ટ કુમાર તથા અસ્ફાકબાલના કેસમાં પ્રસ્થાપિત ચુકાદામા
ંદર્શાવેલી ગાઈડલાઈનનું પાલન કર્યું નથી. ચાર મહીના પહેલા બનેલા બનાવ સંદર્ભે એક
મહીના પહેલાં કરેલા રેકોર્ડીગમાં ફરિયાદી જ હાજર નથી. તો રેકોર્ડીંગ કોણે કર્યું
તે સવાલનો જવાબ નથી. આરોપીએ મે મહીનામાં આ અંગે તપાસ અધિકારી સમક્ષ નિવેદન
નોંધાવ્યું છે. સ્પેક્ટ્રોગ્રાફી માટે આપેલા ગાંધીનગર એફએસએલમાં નમુના આપ્યા છે.
આરોપીની આગોતરા જામીન અરજી પેન્ડીંગ હોવા દરમિયાન ગઈકાલે કોર્ટ બહારથી તેમની ધરપકડ
કરવામાં આવી છે. જેથી બંને પક્ષોની સુનાવણી બાદ કોર્ટે આરોપી વિપુલ સુહાગીયાના
રિમાન્ડની માંગ નકારી જેલ કસ્ટડીમાં મોકલવા તથા તપાસ અધિકારીને ગેરકાયદે કસ્ટડી
અંગેના બચાવપક્ષના આક્ષેપના મુદ્દે દસ દિવસમાં ખુલાસો કરવા હુકમ કર્યો હોવાનું
બચાવપક્ષે જણાવ્યું છે.