Cricketer Radha Yadav Stuck In Vadodara Flood: ગુજરાતમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી મૂશળધાર વરસાદના કારણે ઘણા જિલ્લામાં પુર જેવી સ્થિતિ સર્જાઈ છે. વરસાદ અને પુરના કારણે ગુજરાતના 18 જિલ્લા પ્રભાવિત છે. અનેક જિલ્લામાં જનજીવન અસ્તવ્યસ્ત બની ગયુ છે. વરસાદમાં બચાવ કામગીરી માટે એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આ છે. વડોદરામાં વિશ્વામિત્રીના પાણી શહેરમાં ફરી વળતાં અનેક વિસ્તારો બેટમાં બદલાયા છે. જેમાં ભારતની મહિલા ક્રિકેટર રાધા યાદવ પણ ફસાઈ ગઈ હતી.

સ્ટાર સ્પિનર રાધા યાદવ વડોદરાના પુરમાં ફસાઈ ગઈ હતી, તેને એનડીઆરએફની ટીમે બચાવી છે. રાધાએ આ અંગે વીડિયો જારી કરી એનડીઆરએફ ટીમનો આભાર માન્યો છે. રાધાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી વીડિયોમાં જણાવ્યું છે કે, ‘અમે ખૂબ જ ખરાબ રીતે ફસાઈ ગયા હતા. અમને બચાવવા બદલ એનડીઆરએફ ટીમનો ખૂબ ખૂબ આભાર.’

આ પણ વાંચોઃ ICCના ટેસ્ટ રેન્કિંગમાં મોટા ફેરફાર, બાબરની ખરાબ હાલત, વિરાટ-જયસ્વાલ ચમક્યાં

24 વર્ષીય રાધાએ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ માટે 4 વનડે અને 80 ટી20 મેચ રમી છે. જેમાં તેણે કુલ 91 વિકેટ લીધી છે. રાધાની આગામી મહિલા ટી20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં પસંદગી થઈ છે. વિમન્સ ટી20 વર્લ્ડ કપ 3થી 20 ઓક્ટોબર સુધી દુબઈ અને શારજહાંમાં રમાશે.


By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *