અમદાવાદ,બુધવાર,28 ઓગસ્ટ,2024

અમદાવાદ મ્યુનિ.ની બોર્ડ બેઠકમાં રાણીપ વોર્ડના ભાજપના
કોર્પોરેટરદશરથ પટેલની જીભ લપસી પડી હતી. શહેરમાં વરસાદે વેરેલી તારાજી ઉપર ચર્ચા
કરવાના બદલે આ કોર્પોરેટરે અમદાવાદમાં હવે ઘણાં બગીચા છે લોકોને જયાં ફરવા જવુ હોય
ત્યાં જાય એમ કહેતા વિપક્ષે આ બાબતનો ઉગ્ર વિરોધ કરતા મેયરે તેમને શાંત થવા કહયુ
હતુ.થોડીવાર પછી ફરી ચર્ચા શરુ થતા મુળ વિષયને બાજુ ઉપર મુકી દેવામાં આવતા
વિપક્ષના કોર્પોરેટરોએ બેઠકમાંથી વોકઆઉટ કરતા મેયરે બેઠક આટોપી લીધી હતી.

શહેરમાં ત્રણ દિવસમાં દસ ઈંચ જેટલા પડેલા વરસાદને લઈ
બુધવારે મળેલી મ્યુનિ.ની બોર્ડ બેઠકમાં ઝીરો અવર્સની ચર્ચામાં વિપક્ષનેતા
શહેજાદખાન પઠાણે કહયુ
, વીસ
વર્ષથી ભાજપ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સત્તા સ્થાને છે.આમ છતાં શહેરમાં ભારે
વરસાદની સ્થિતિમાં ઝડપથી વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા થઈ શકે એ પ્રકારેની નકકર
કામગીરી કરવામાં સત્તધારી પક્ષ સદંતર નિષ્ફળ રહયો છે. તમારા બાપુનગરના ધારાસભ્યને
વરસાદી પાણીનો નિકાલ નહીં થવા બાબતમાં લોકોની માફી માંગવી પડે એ બાબત જ સત્તાધારી
પક્ષની નિષ્ફળતા બતાવે છે. વરસાદ બંધ થયા પછી શહેરના મેયર કોર્પોરેટરો અને
ધારાસભ્યોની બેઠક બોલાવો એમા પણ કોંગ્રેસના કોર્પોરેટરો અને ધારાસભ્યોને ના
બોલાવો. આ મ્યુનિ.કોર્પોરેશન અને શહેરની બેઠક હતી.તમારા પક્ષની બેઠક હોય તો કમલમમા
બોલાવો અમે કયાં ના પાડીએ છીએ. અમદાવાદમાં સમયસર વરસાદી પાણીનો નિકાલ નહીં થઈ
શકવાની બાબતમાં વિજિલન્સ તપાસ કરાવવા ઉપરાંત શહેરની પરિસ્થિતિ સંદર્ભમાં શ્વેતપત્ર
બહાર પાડવાની  વિપક્ષ તરફથી માંગ કરવામાં
આવી હતી.રાણીપના કોર્પોરેટર દશરથ પટેલને અધ્યક્ષ સ્થાનેથી મેયર પ્રતિભા જૈને બોલવા
ઉભા કરતા તેમણે બફાટ શરુ કર્યો હતો.રાણીપના કોર્પોરેટરે કહયુ
,કોંગ્રેસના
શાસનમાં તો ફરવા માટે માત્ર એક લો-ગાર્ડન હતો.ભાજપના શાસનમાં ૨૯૩ બગીચા છે.આપણે
મળવુ હોય તે બગીચામાં મળી શકાય.શહેરમાં ઘણાં બગીચા હોવાથી લોકોને જયાં ફરવા જવુ
હોય ત્યાં જાય.આ એક નિવેદન ઉપર મ્યુનિ.બોર્ડ બેઠક વિપક્ષના હોબાળા બાદ મુલ્તવી
રાખવી પડી હતી.

 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *