અમદાવાદ,બુધવાર,28 ઓગસ્ટ,2024
અમદાવાદમાં ત્રણ દિવસમાં સરેરાશ દસ ઈંચ જેટલો વરસાદ વરસ્યો
હતો. ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારમાં તારાજીના દ્રશ્યો જોવા મળ્યા હતા.
૧૩૦ તળાવ શહેરમાં મ્યુનિ.હસ્તક આવેલા છે.આ પૈકી ૫૩ તળાવો ઈન્ટરલિંક કરવામા આવેલા
છે. તળાવોમાં બાર મહિના પાણી જોવા મળતુ પણ નથી.આમ છતાં મ્યુનિ.શાસકોએ ૮૯ તળાવ
વરસાદી પાણીથી છલકાયા અંગે હરખની હેલી વ્યકત કરી હતી.
વર્ષ-૨૦૦૩ સુધીના સમયમાં જે તે સમયે ઔડા હસ્તક આવેલા
તળાવોને એકબીજા સાથે જોડી ઈન્ટરલિંક કરવામાં આવ્યા હતા.પાછળથી ઔડા હસ્તકના
વિસ્તારો મ્યુનિસિપલ હદમાં સમાવવામા આવતા મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી વિવિધ
વોર્ડમાં આવેલા તળાવો ઈન્ટરલિંક કરવા પ્રયાસ શરુ કર્યા હતા.જેથી વરસાદની મોસમમા આ
તળાવોમાં પાણી ભરાય.મ્યુનિ.ના વોટર રીસોર્સ મેનેજમેન્ટ વિભાગના વિજય પટેલનો તળાવો
બાબતમાં સંપર્ક કરાતા તેમનો સંપર્ક થઈ શકયો નહતો.સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ
દાણીએ કહયુ, મ્યુનિ.હસ્તકના
૧૩૦ તળાવ પૈકી ૫૩ તળાવ એકબીજા સાથે ઈન્ટરલિંક કરવામા આવેલા છે.નોંધનીય બાબત એ છે
કે, અગાઉના
વર્ષોમાં તળાવોને ઈન્ટરલિંક કરવા મોટી રકમનો ખર્ચ તંત્ર તરફથી કરાયો હોવાછતાં બાર
મહિના તળાવોમાં પાણી રહેતા નથી.