Decorate The ISKCON Temple in Ahmedabad : અમદાવાદના ઈસ્કોન મંદિરમાં જન્માષ્ટમીની તડામાર તૈયારી ચાલી રહી છે, ત્યારે મંદિરના શણગાર માટે થાઈલેન્ડથી 900 કિલો ફૂલો મંગાવવામાં આવ્યાં છે. જેમાં ભગવાનના વાઘા પણ વૃંદાવનથી મંગાવવામાં આવ્યાં છે. મંદિરના મુખ્ય પૂજારીએ જણાવ્યું હતું કે, ‘શણગાર માટે સાત લાખ રૂપિયાથી વધુ ખર્ચ કરવામાં આવ્યો છે.’

શણગાર માટે સાત લાખ રૂપિયાથી વધુ ખર્ચ કરાયો

ઈસ્કોન મંદિરના મુખ્ય પૂજારી ચિત્રકદાસજીએ જણાવ્યું હતું કે, ‘છેલ્લા બે મહિનાથી ભગવાનના વાઘા તૈયાર કરતા હતા. તેમાં હીરાની સાથે જરદોશી વર્ક પણ કરવામાં આવ્યું છે. જેમાં ભગવાન માટે વસ્ત્રોની સાથે સુંદર મુકુટ, મોટો હાર, કમરપટ્ટી, ચોકર વગેરે ડિઝાઈન કરવામાં આવ્યું છે. જેના માટે સાત લાખ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે.’ 

આ પણ વાંચો : 5251 વર્ષ બાદ જન્માષ્ટમી પર બની રહ્યો છે આવો દુર્લભ યોગ: અવશ્ય કરો આ પાંચ ઉપાય

600થી વધુ વાનગીનો અન્નકૂટ ધરાશે

જન્માષ્ટમીના દિવસે ભગવાનને સુંદર શણગાર કરવામાં આવશે. આરતી કરીને પંચગવ્ય, કેસર, ગંગાજળ, પંચામૃત તેમજ ફળોના રસથી મહાભિષેક કરાશે. આ દરમિયાન 600થી વધુ વાનગીનો અન્નકૂટ ધરવામાં આવશે. 

પશુ-પક્ષીઓની થીમથી પણ શણગાર કરાશે

ભગવાન કૃષ્ણને વનરાજીની સાથે પશુ-પક્ષીઓ પણ અતિ પ્રિય હતા. આ માટે સમગ્ર મંદિર અને પરિસરમાં પશુ-પક્ષીઓની થીમથી પણ શણગાર કરાશે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *