સુરત

ફ્લેટધારકોએ જીએસટી ચુકવ્યાની રસીદ માંગતા બિલ્ડરે આપી
નહોતીઃ ગ્રાહક કોર્ટના દરવાજા ખખડાવી જીએસટીની રકમ પરત માંગી હતી
      

એકવાર
પાલિકા દ્વારા બીયુસીની પરવાનગી આપ્યા બાદ જીએસટી ચુકવવાના નામે બિલ્ડરે કુલ
70 ફ્લેટધારકો પાસેથી
ઉઘરાવેલા કુલ
59.45 લાખની ચુકવણી અંગે રસીદ આપવાનો નનૈયો
ભણનાર બિલ્ડરને વાર્ષિક
8 ટકાના વ્યાજ સહિત ફ્લેટધારકો
પાસેથી ઉઘરાવેલા
59.45 લાખ તથા હાલાકી-અરજીખર્ચ પેટે કુલ રૃ12 હજાર ચુકવવા સુરત જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમના પ્રમુખ જજ
પી.પી.મેખીયા તથા સભ્ય ડૉ.તિર્થેશ મહેતાએ હુકમ કર્યો છે.

સુરતના મોટાવરાછા
વિસ્તારમાં મે.તુલશી કોર્પોરેશનના સંચાલકો સાગર કોરાટ
,જયેશ પટોડીયાએ તુલશી રેસીડેન્સીના
નામે રેસીડેન્શીયલ પ્રોજેક્ટ મે-
2018માં શરૃ કર્યો હતો.જેમાં
ફલેટના અવેજ પેટે રૃ.
13 લાખ ચુકવીને 70
જેટલા ફ્લેટધારકોએ બુકીંગ કરાવ્યું હતુ.જેનું બાંધકામ પુરું થયા બાદ સુરત મહાનગર પાલિકા
દ્વારા બીયુસીની પરવાનગી આપી હતી.પરંતુ બિલ્ડર્સ દ્વારા દરેક ફ્લેટધારકોને પાકો વેચાણ
દસ્તાવેજ કરતા પહેલાં  જીએસટી પેટે ફ્લેટદીઠ
રૃ.
91 હજાર લેખે જીએસટી ચુકવવાના નામે કુલ રૃ.59.45 લાખ પોસ્ટ ડેટેડ ચેક તથા રોકડમાં નાણાં 
ઉઘરાવી લીધા હતા.પરંતુ ફ્લેટધારકોએ બિલ્ડર 
પાસેથી જીએસટી વિભાગને ટેક્ષ પેટે ઉઘરાવેલા નાણાં જમા કરાવ્યા છે કે કેમ તેની
ખાતરી માટે બિલ્ડર્સ પાસેથી પાકી રસીદ માંગી હતી.જે રસીદ કે દસ્તાવેજી પુરાવો આપવામાં
બિલ્ડર્સ નિષ્ફળ ગયા હતા.

જેથી
ફરિયાદી ફ્લેટધારકો પુરીબેન ઘેવરીયા
,જીવનભાઈ ઘેવરીયા સહિત 69 ફ્લેટ ધારકોએ ઈશાન શ્રેયસ
દેસાઈ તથા પ્રાચી અર્પિત દેસાઈ મારફતે મે.તુલશી કોર્પોરેશનના  બિલ્ડર્સ વિરુધ્ધ ગ્રાહક સેવામાં ખામી બદલ
જીએસટીના નામે ઉઘરાવેલા નાણાં વ્યાજ સહિત વસુલ અપાવવા માંગ કરી હતી.જેની સુનાવણી
દરમિયાન ફરિયાદપક્ષે જણાવ્યું હતું કે જ્યારે બાંધકામ પુરું થયા બાદ વસવાટની
પરવાનગી મળી જાય પછી જીએસટી ચુકવવાની જવાબદારી રહેતી નથી.તેમ છતાં બિલ્ડર્સ ખોટી
રીતે ફ્લેટધારકો પાસેથી જીએસટીના નામે
59.45 લાખ ઉઘરાવીને
રસીદ આપવાનો ઈન્કાર કરીને ગ્રાહક સેવામાં ખામી દર્શાવી છે.જેને માન્ય રાખી ગ્રાહક
કોર્ટે જણાવ્યું હતું કે જીએસટીના હેડ હેઠળ ફરિયાદી ફ્લેટધારકો પાસેથી નાણાં
વસુલ્યા છે તે જીએસટી વિભાગને ચુકવ્યા છે કે પોતાની પાસે રાખવામાં આવ્યા છે તે
જાણવાનો ફરિયાદી ફ્લેટધારકોનો હક છે.ગ્રાહક તરીકે જે કિંમત ચુકવી છે તેનો
દસ્તાવેજી પુરાવો માંગવામાં આવે તો તે આપવાની ફરજ બિલ્ડરની છે.જેથી ફરિયાદી
70 ફ્લેટધારકોને વાર્ષિક 8 ટકાના વ્યાજ સહિત કુલ રૃ.59.45 લાખ અરજી ખર્ચ તથા હાલાકી બદલ 12 હજાર સાથે ચુકવવા
બિલ્ડરને ગ્રાહક કોર્ટે હુકમ કર્યો છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *