સુરત સહિત સમગ્ર ભારતભરમાં નેશનલ ફાયર સર્વિસ ડે ઉજવવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત આજે સુરતમાં નેશનલ ફાયર સર્વિસ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સુરતમાં આજથી 20 એપ્રિલ દરમિયાન પાલિકા ફાયર સુરક્ષા સપ્તાહ ની ઉજવણી કરાશે. આજે સુરતમાં આ ઉજવણી દરમિયાન આગ અકસ્માતની કામગીરી દરમિયાન શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ ઉપરાંત આજથી શરૂ થયેલા ફાયર સર્વિસ વિક દરમિયાન સ્કૂલમાં ફાયર ડેમોસ્ટ્રેશન કરવામાં આવશે ઉપરાંત શહેરના હાઇરાઇઝ બિલ્ડીંગોમાં ફાયર સેફટી નું માર્ગદર્શન આપવામાં આવશે.
સુરત પાલિકાના ફાયર વિભાગ દ્વારા રાષ્ટ્રીય અગ્નિશમન સેવા દિવસે સુરતના અઠવાગેટ ચોપાટી ગાર્ડન ખાતે ફાયર સર્વિસ મેમોરિયલ ખાતે અગ્નિશમન વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા આગ અકસ્માત ની કામગીરી દરમિયાન શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવા કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
સુરત શહેરમાં અત્યાર સુધીમાં આગ અકસ્માત ની કામગીરી દરમિયાન શહીદ થયેલા 24 જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ ઉપરાંત આજથી શરૂ થયેલા ફાયર સુરક્ષા સપ્તાહ દરમિયાન પાલિકાના જુદા જુદા ઝોન વિસ્તારમાં આવેલા હાઇરાઇઝ બિલ્ડીંગોમાં ફાયર સેફટી નું માર્ગદર્શન આપવામાં આવશે. આ ઉપરાંત સુરત શહેરની સ્કૂલમાં પણ આ અઠવાડિયા દરમિયાન ફાયર ડેમોસ્ટ્રેશન કરવામાં આવશ. ઉપરાંત દરેક ઝોનમાં ફાયર વિભાગના વાહનો અનેે અધિકારીઓ દ્વારા લોકો માટે જનજાગૃતિ થાય તે માટે રોડ શોનું પણ આયોજન કરવામાં આવશે.