Crocodile in Vadodara : વિશ્વામિત્રી નદીમાંથી મગરઓ બહાર નીકળવાના બની રહેલા બનાવવામાં આજે મારેઠા ગામમાં આવી ગયેલા વજનદાર મગરનું રેસ્ક્યુ કરતા ફોરેસ્ટ વિભાગને ભારે જહેમત ઉઠાવવી પડી હતી.

વડોદરા નજીક આવેલા મારેઠા ગામના રબારી વાસમાં 12 ફૂટનો મહાકાય મગર આવી જતા અફરાતફરી મચી હતી. બનાવની જાણ ફોરેસ્ટ વિભાગને કરાતા રેસ્ક્યુ ટીમ આવી ગઈ હતી. આ વખતે ગામના લોકો ભેગા થઈ ગયા હતા અને ફોરેસ્ટ વિભાગને મદદરૂપ થઈ ભારે જહેમત બાદ મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.

મગરની આંખ પર મોટું કપડું નાખી દીધા બાદ તેને ચારે બાજુથી દોરડા વડે બાંધીને ખેંચીને પિંજરામાં પુરવામાં આવ્યો હતો. મગરને વડોદરાની ફોરેસ્ટ ઓફિસમાં લાવવામાં આવ્યો છે અને હવે સુરક્ષિત સ્થળે છોડવામાં આવશે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *