Jamnagar Cholera Case : જામનગર જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તરફથી મળેલી દરખાસ્ત મુજબ જામનગર તાલુકામાં આવેલ દરેડ ગામમાંથી કોલેરાના પોઝીટીવ કેસો નોંધાયેલા છે. આ રોગનો ફેલાવો થતો અટકાવવા આ વિસ્તારને કોલેરા રોગગ્રસ્ત વિસ્તાર જાહેર કરવા અને તેની આજુબાજુના બે કિ.મી.ના વિસ્તારને કોલેરા ભયગ્રસ્ત વિસ્તાર તરીકે જાહેર કરવા માટે દરખાસ્ત મળેલી છે. 

તેથી કોલેરા રોગનો ફેલાવો થતો અટકાવવા માટે અને તાત્કાલિક પગલા લેવા માટે એપેડેમીક ડીસીઝ એકટ નંબર-3 ઓફ 1897 અન્વયે જિલ્લા મેજિસ્ટ્રેટ બી.કે.પંડયા, જામનગર દ્વારા દરેડ ગામને કોલેરા રોગગ્રસ્ત વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યો છે અને તેની આસપાસના બે કી.મી.ના વિસ્તારને કોલેરા ભયગ્રસ્ત વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યો છે. આ વિસ્તારો માટે તાલુકા વિકાસ અધિકારી, જામનગરની કોલેરા નિયંત્રણ અધિકારી તરીકે નિયુક્તિ કરવામાં આવે છે અને તેમને નિયંત્રણ હેઠળની તમામ સત્તાઓ એનાયત કરવામાં આવે છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *