પંચમહાલ જિલ્લાથી કારકિર્દીની શરૂઆત કરનાર
પોલીસ સ્ટેશન, ટ્રેઝરી, મામલતદાર ઓફ્સિની 1991ની યાદ તાજી કરી
વિક્રમ બારીયાએ પણ DGP વિકાસ સહાય નું પુષ્પગુચ્છ તેમજ સાલ ઓઢાડી સન્માન કર્યુ હતુ
ગુજરાત રાજ્ય ના પોલીસ વડા વિકાસ સહાયે રવિવારના રોજ પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા પોલીસ સ્ટેશનની આકસ્મિક મુલાકાત લીધી હતી.જાંબુઘોડા પોલીસ સ્ટેશનના PSI ચુડાસમા તેમજ રેન્જ આઇજી અસારી ઈન.એસ.પી.જાડેજા, ડી.વાય.એસ.પી. રાઠોડએ સ્વાગત કર્યું હતું. આ પ્રસંગ સરપંચ જીતકુમાર દેસાઈ, તાલુકા પંચા.પ્રમુખ લાલસીંગ બારીયા, તેમજ વિક્રમ બારીયાએ પણ DGP વિકાસ સહાય નું પુષ્પગુચ્છ તેમજ સાલ ઓઢાડી સન્માન કર્યુ હતુ.
જાંબુઘોડા ની મધ્ય માં આવેલ અતિ પૌરાણિક એવા ઐતિહાસિક ગઢીના કિલ્લા ની પણ મુલાકાત કરી તાગ મેળવ્યો હતો અને જુના કિલ્લામાં વર્ષો પહેલા ચાલતા પોલીસ સ્ટેશનની પણ કેટલીક યાદગાર ક્ષણોને વગોળી જૂની યાદોને તાજી કરી હતી તેમજ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે વૃક્ષારોપણ પણ કર્યું હતું