દાહોદ લોકસભા બેઠકમાં કુલ 7 વિધાનસભાનો સમાવેશ થાય છે
વિધાનસભા બેઠક પૈકી માત્ર દેવગઢબારીયા બેઠકને બાદ કરતાં તમામ બેઠકો એસ.ટી.ઉમેવાદર માટે અનામત
દાહોદ બેઠક પર ભાજપને માત્ર ચાર વાર જીત મળી છે

ગુજરાતના પૂર્વ દરવાજા તરીકે ઓળખાતા દાહોદને ગુજરાતના ઉગતા સૂર્યના પ્રદેશ તરીકે ઓળખાય છે. રાજ્યમાં સૌ પ્રથમ સૂર્ય કિરણ દાહોદમાં પડે છે. દાહોદ એ મોગલ બાદશાહ અકબરના જન્મસ્થાન તરીકે પણ ઓળખાય છે. આદિવાસી વિસ્તાર તરીકે જાણીતા દાહોદ જિલ્લો 2 ઓક્ટોબર – 1997ના રોજ અસ્તિત્વમાં આવ્યો. એવું મનાય છે કે, દાહોદની દૂધીમતી નદી કિનારે દધિચી ઋષિએ તપ કર્યું હતું.

11 વખત કોંગ્રેસ, 2 વખત સ્વતંત્ર પાર્ટી વિજયી બની છે

1957થી અસ્તિત્વમાં આવેલી દાહોદ લોકસભા બેઠક પર અત્યાર સુધીમાં 17 વાર સામાન્ય ચૂંટણી યોજાઈ છે. જેમા 11 વખત કોંગ્રેસ, 2 વખત સ્વતંત્ર પાર્ટી વિજયી બની છે. 4 વાર ભારતીય જનતા પાર્ટી વિજયી નિવડી છે. 1957થી 17 વાર યોજાયેલી ચૂંટણીના વર્ષોથી ગણતરી કરીએ તો અહીં 32 વર્ષ કોંગ્રેસે આ બેઠક પર રાજ કર્યુ છે. છેલ્લા 20 વર્ષથી અહી ભાજપનું શાસન છે. 2024માં ભાજપે અહીંથી જશવંતસિંહ ભાભોરને ટિકિટ આપી છે.

1957થી 17 વાર યોજાયેલી ચૂંટણીના વર્ષોથી ગણતરી કરીએ તો અહીં 32 વર્ષ કોંગ્રેસે આ બેઠક પર રાજ કર્યુ 

દાહોદ લોકસભા બેઠકમાં કુલ 7 વિધાનસભાનો સમાવેશ થાય છે, જેમાં સંતરામપુર, ફતેપુરા, ઝાલોદ, લીમખેડા, દાહોદ, ગરબાડા અને દેવગઢબારીયાનો સમાવેશ થાય છે. દાહોદ લોકસભામાં સમાવિષ્ટ આ વિધાનસભા બેઠક પૈકી માત્ર દેવગઢબારીયા બેઠકને બાદ કરતાં તમામ બેઠકો એસ.ટી.ઉમેવાદર માટે અનામત છે. દાહોદ લોકસભા બેઠક અસ્તિત્વમાં આવી ત્યારથી આજદિન સુધી અનામત છે. અહીં સૌપ્રથમ 1957માં કોંગ્રેસના જાલજીભાઈ ડીંડોર વિજયી થયા હતા.

1967થી 1998 સુધી અહીં કોંગ્રેસનું એકહથ્થુ શાસન હતુ

1967, 1971, 1977, 1980, 1984, 1989, 1991, 1996, 1998, 2009 સુધી આ બેઠક કોંગ્રેસ પાસે હતી. 1967થી 1998 સુધી અહીં કોંગ્રેસનું એકહથ્થુ શાસન હતુ. પરંતુ આગળ જતા કોંગ્રેસના આંતરિક વિખવાદને કારણે આ બેઠક ભાજપના ફાળે ગઈ છે. દાહોદમાં 6 લાખ 99 હજાર 578 મહિલા અને 7 લાખ 12 હજાર 183 પુરૂષ મતદારો સાથે કુલ 14 લાખ 11 હજાર 765 મતદાતાઓ છે

ભાજપે ચાર વખત મેળવી છે જીત

દાહોદ બેઠક પર ભાજપને માત્ર ચાર વાર જીત મળી છે. વર્ષ 1999ની લોકસભા ચૂંટણીમાં ભાજપ પ્રથમ વાર દાહોદ લોકસભા બેઠક પર જીત મેળવી શક્યુ હતું. ભાજપના ઉમેદવાર બાબુભાઇ કટારાએ કોંગ્રેસના ઉમેદવાર સોમજીભાઇ ડામોરને હરાવ્યા હતા. ત્યાર બાદ વર્ષ 2004, 2014 અને 2019માં દોહોદ લોકસભા બેઠક પર ભાજપની જીત થઇ હતી. વર્ષ 2019ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર જશંવંતસિંહ ભાંભોરે કોંગ્રેસના ઉમેદવાર બાબુભાઇ કટારાને હરાવ્યા હતા. જો કે, વર્ષ 2024ની ચૂંટણીમાં ભાજપે ફરી એક વાર જશવંતસિંહ ભાભોરને દાહોદ બેઠક પર ઉમેદવાર બનાવ્યા છે.

સોમાભાઇ ડામોરે દાહોદ બેઠક પરથી છ વાર જીત મેળવી

સોમાભાઇ ડોમોર દાહોદ બેઠક પરથી સૌથી વધુ વાર જીત મેળવનાર સાંસદ હતા. તેમને દાહોદ લોકસભા બેઠક પર પ્રથમ વર્ષ 1980માં ચૂંટણી લડ્યા હતા. આ ચૂંટણીમાં સોમાભાઇ ડામોરે જેએનપી પક્ષના ગોવિંદસિંહ નિનામાને હરાવીને પ્રથમ જીત મેળવી હતી. ત્યાર બાદ સોમાભાઇ ડામોર વર્ષ 1980 થી લઇને 1998 સુધી દાહોદ બેઠક પર જીતતા આવ્યા હતા. પરંતુ વર્ષ 1999ની લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર બાબુભાઇ કટારાએ સોમાભાઇ ડામોરને હરાવીને જીત મેળવી હતી.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *