– 1964માં તેઓએ હીગ્સ બોસાને પાર્ટિકલ વિષે જણાવ્યું તે પછી 50 વર્ષે લાર્જ હેડ્રોન કોલોડર તે સાબિત થઈ રહ્યું
લંડન : નોબેલ પ્રાઈઝ વિજેતા મહાન વિજ્ઞાની ભૌતિકશાસ્ત્રી પીટર હીગ્સનું ટૂંકી બીમારી બાદ ૯૪ વર્ષે એડીનબર્ગમાં ટૂંકી બિમારી બાદ નિધન થયું છે. આ માહિતી આપતાં એડીનબર્ગ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પીટર મેથીસને જણાવ્યું હતું કે યુનિવર્સિટીના પ્રોફેસર એમેરિટસ હીગ્સે નવા જ કણ ગૉડ પાર્ટિકલનાં અસ્તિત્વ અંગે ૧૯૬૪માં સૂચન કર્યું હતું. તે પછી ૫૦ વર્ષે ફ્રાંસના જ્યુરા માઉન્ટમાં બોગદું પાડી રચેલા લાર્જ રેડ્રોન કોલાઈડરમાં અત્યંત તીવ્ર ઉર્જામાંથી જન્મેલા ગૉડ પાર્ટિકલ ની હીગ્સે આપેલી થીસીસ સાબિત થઈ હતી.
તેઓનાં સંશોધન અંગે ૨૦૧૩માં તેઓએ બેલ્જિયમના ફ્રેન્કોઈલ એન્ગ્લેટરની સાથે નોબેલ પારિતોષિક અર્પણ કરાયું હતું.
તેઓને સબ એટમિક પાર્ટિકલની કરેલી શોધમાં ભારતીય વંશના વિજ્ઞાની ડૉ. સત્યેન્દ્રનાથ બોઝે પણ સાથ આપ્યો હતો. તેથી જ તે સબ યેરમિક પાર્ટિકલ્સનું નામ જ હીગ્સ બોસોન્સ તેવું આપવામાં આવ્યું.
પીટર હીગ્સ વિષે એડીનબર્ગ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પીટર મેથીસને પત્રકારોને કહ્યું હતું કે, ૧૯૩૦માં જન્મેલા આ મહાન વિજ્ઞાનીએ સબ એટમિક પાર્ટિકલ્સ વિષે આપેલી થીયરીમાં જણાવ્યું હતું કે, કઈ રીતે વિશ્વની રચના થઈ છે. તેઓએ આપેલો સિદ્ધાંત નીલ્સ બ્હોરના એટમની સંરચનાના સિદ્ધાની જેમ જ પરમાણુના કેન્દ્રમાં રહેલા સબ એટમિક પાર્ટિકલ્સનો સિદ્ધાંત મૂળભૂત સિદ્ધાંત બની રહ્યો છે.
સૌથી વધુ મહત્વનો તર્ક તેઓએ આ સબ એટમિક પાર્ટિકલનાં જૂથ ઉપરથી આપેલો તર્ક મૂળભૂત બની રહ્યો છે. વિશેષ સંશોધનોએ આશ્ચર્યજનક તે વાત કરી છે કે બોઝિટ્રોનસ પણ જો સે.બીના કરોડમાં ભાગથી વધુ પાસે આવે તો તેઓ પરસ્પરને રીપલ્ઝ કરવાને બદલે એટ્રેક્ટ કરે છે.
એવું પણ કહેવાય છે કે હીગ્સે સૂક્ષ્માતિસૂક્ષ્મ પાર્ટિકલ્સ વિષે તો કહ્યું હતું પરંતુ સાથે બ્રહ્માંડનું માપ ૩.૫ અબજ પ્રકાશવર્ષનું હોવાનું જણાવ્યું હતું. એટલે કે સેકન્ડના ૧ લાખ ૩૬ હજાર માઇલની ગતિએ પ્રવાસ કતો પ્રકાશ બ્રહ્માંડનાં એક છેડાથી બીજા છેડા સુધી પહોંચે તેમાં ૩.૫ અબજ વર્ષનો સમય જાય તેમ છે.
ગણતરી ન કરશો. મગજ ફરી જશે.
સબ એટમિક પાર્ટિકલ્સનો સિદ્ધાંત આપી તેઓએ ભાવિ પેઢીને પણ વૈજ્ઞાનિક સંશોધનો માટે ઉત્સુક બનાવી છે તેમ પણ એડીનબર્ગ યુનિ.ના વાઇસ ચાન્સેલરે જણાવ્યું હતું.