Gujarat University Workshop : યુનિવર્સિટીઓ-કોલેજોનું એક્રિડિટેશન કરતી ભારત સરકારની ઓટોનોમસ સંસ્થા એવી નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સિલ દ્વારા નેકના મૂલ્યાંકન માટે નવી પદ્ધતિ લાગુ કરવામા આવી છે અને જેમાં હવે ગ્રેડિંગને બદલે નેક માન્ય તથા નેક માન્ય નહીં એમ બે કેટેગરીમાં જ હવે માન્યતા આપવામા આવનાર છે ત્યારે આ નવી સીસ્ટમને લઈને આજે ગુજરાત યુનિવર્સિટીમાં નેકનો વેસ્ટર્ન રિઝનલ લેવલ વર્કશોપ યોજાયો હતો. જેમાં નેકના ડિરેકટર પણ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતમાં 21 ટકા સંસ્થાઓ જ નેક માન્ય
નેકના ડિરેક્ટરોએ જણાવ્યુ હતું કે, આગામી બે મહિનામાં નવી બાઈનરી માન્યતા શરૂ કરવામા આવનાર છે.પરંતુ હાલની સ્થિતિએ દેશમાં હજુ પણ હજારો કોલેજો નેક વિનાની છે. ગુજરાતમાં 21 ટકા સંસ્થાઓ જ નેક માન્ય છે.ગુજરાત સહિત દેશભરમાં યુનિ.ઓ-કોલેજો હજુ પણ નેક માટે અરજી કરતી ન હોઈ હવે નેકમાં અરજી માટેની ફી માં ઘટાડો કરવાનું પણ આયોજન છે.
આ પણ વાંચો : અમદાવાદમાં જો આ સ્થિતિ રહી તો બેંગ્લોર જેવો વારો આવશે, રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
દેશમાં નેકની સ્થિતિ અંગે વર્કશોપમાં થયો ખુલાસો
નેક દ્વારા આજે ગુજરાત યુનિવર્સિટીમાં નેક રીફોર્મ્સ 2024 અંતર્ગત ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા અને મધ્ય પ્રદેશ તેમજ રાજસ્થાન સહિતના વેસ્ટર્ન રિઝયનના રાજ્યોની યુનિ.-કોલેજો માટે રિઝનલ કનસ્લ્ટિવ વર્કશોપ યાજોયો હતો.જેમાં એક હજારથી વઘુ કોલેજો-સંસ્થાઓના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.આ વર્કશોપમાં નેકના ડિરેકટર પ્રો.ગનેસન કન્નાબિરન ઉપસ્થિતિ રહ્યા હતા અને જેઓએ જણાવ્યુ હતું કે પ્રથમ તબ્કાકમાં આગામી બે મહિનામાં બાયનરી માન્યતા પદ્ધતિ શરૂ કરાશે.આ નવી બાયનરી સીસ્ટમ ડૉ.રાધાકૃષ્ણન કમિટીએ કરેલી ભલામણોને આધારે તૈયાર કરાઈ છે. નવા માળકખામાં યુનિ.ઓ માટે 59 મેટ્રિક્સ, ઓટોનોમસ કોલેજો માટે 56 અને અન્ય અન્ય કોલેજો માટે 46 મેટ્રિક્સનો સમાવેશ કરાયો છે.
દેશની કેટલી યુનિવર્સિટી-કોલેજો પાસે નેકની માન્યતા નથી
આ વર્કશોપમાં રજૂ કરાયેલા આંકડા મુજબ દેશમાં 54 સેન્ટ્રલ યુનિ.માં 43,445 સ્ટેટ યુનિ.ઓમાંથી 209, 392 પ્રાઈવેટ યુનિ.ઓમાંથી 113 અને 124 ડિમ્ડ યુનિ.ઓમાંથી 109 તથા 153 આઈએનઆઈમાંથી 6 સંસ્થા પાસે જ નેકની માન્યતા છે. જ્યારે કુલ 45473 કોલેજોમાંથી ઓટોનોમસ 979 કોલેજોમાંથી 492 અને 44494 એફિલિએટેડ કોલેજોમાંથી 5694 કોલેજો પાસે જ નેકની માન્યતા છે.આમ કુલ કોલેજોમાંથી માત્ર 14 કોલેજો પાસે જ નેકની માન્યતા છે. જ્યારે સરકારી એવી 9193 કોલેજોમાંથી 903 અને ગ્રાન્ટેડ 7 હજારથીમાંથી 2142 તથા ખાનગી 29290 કોલેજોમાંથી 3131 કોલેજો પાસે જ નેકની માન્યતા છે. નેક માન્યતા મુદ્દે ગુજરાત પણ ઘણું પાછળ છે અને ગુજરાતમાં સરકારના અનેક પ્રયત્નો અને સ્ટેટ રેટિંગમાં કરોડો રૂપિયા ખર્ચવા છતા પણ યુનિ.-ઓ કોલેજો અરજી કરતી નથી.
આ પણ વાંચો : ભાજપના પૂર્વ કોર્પોરેટરને કડવો અનુભવ, ઓર્ડર કરેલા પિત્ઝા અને સોસમાંથી જીવાત મળી આવી
ગુજરાત યુનિવર્સિટી પાસે જ ચાર વર્ષથી નેકની માન્યતા નથી
રાજ્યની સૌથી મોટી અને જુની ગુજરાત યુનિવર્સિટી પાસે જ ચાર વર્ષથી નેકની માન્યતા નથી અને નેક વિનાની યુનિ.માં આજે નેકના પ્રોત્સાહન માટેનો વર્કશોપ યોજાયો તે પણ મહત્વની વાત છે. ગુજરાતમાં 2395 કોલેજોમાંથી માત્ર 21 ટકા એટલે કે 505 કોલેજો પાસે જ નેકની માન્યતા છે. મહારાષ્ટ્ર 51 ટકા સાથે સૌથી આગળ છે. જ્યારે યુનિ.ઓમાં ગુજરાતમાં 91માંથી 32 પાસે જ નેક માન્યતા છે.યુનિ.ઓમાં પણ 49 ટકા સાથે મહારાષ્ટ્ર આગળ છે. નેકમાં ગત વર્ષે 1લી એપ્રિલ 2023થી જંગી ફી વધારા સાથે નવી અરજી ફી લાગુ કરાઈ છે અને જેમાં યુનિ.ઓ-પ્રોફેશનલ સંસ્થાઓ માટે 6 લાખ પ્લસ 19 ટકા જીએસટી તથા કોલેજો માટે 2 લાખ પ્લસ 19 ટકા જીએસટી છે અને અપીલ માટે 1 લાખ અલગ ફી છે.આમ આટલી બધી ફી હોવાથી હવે નેક દ્વારા ફી ઘટાડો કરવાનું પણ આયોજન કરાયુ છે.