Sri Lanka vs India, 1st T20I : નવા કેપ્ટન સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપમાં આજે શ્રીલંકા સામે ભારતની ટી 20 મેચ મરાઈ હતી. ત્રણ મેચની શ્રેણીમાં આજે પ્રથમ મેચમાં ભારતે 213 રન ફટકારી શ્રીલંકાને 214 રનનો લક્ષ્ય આપ્યો હતો. આ મેચમાં ભારતનો શાનદાર વિજય થયો છે. 

ભારતે શરૂઆત સારી કરી 

આજની મેચમાં બંને ટીમના ખેલાડીઓએ તોફાની બેટિંગ કરી હતી. ભારતીય બલ્લેબાજો ધુંઆધાર બેટિંગ કરી 20 ઓવરમાં 213 રન બનાવ્યા. વિશાળ સ્કોર બનાવવામાં બંને ઓપનિંગ બેટરે સારી બેટિંગ કરી હતી. શુભમન ગિલે 34 જ્યારે યશસ્વી જયસ્વાલે 40 રન ફટકારતાં માત્ર છ ઓવરમાં જ ભારતનો સ્કોર 70 રનને પાર જતો રહ્યો હતો. 

બેટર્સની તોફાની બેટિંગ 

ગિલ અને યશસ્વીની વિકેટ બાદ કેપ્ટન સૂર્યકુમાર યાદવે પણ શાનદાર 58 રન ફટકાર્યા. ઋષભ પંતે પણ 49 રન બનાવી ટીમને સારો સ્કોર બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. જો મથિષા પાથિરાનાએ જોરદાર બોલિંગ ન કરી હોત તો ભારતનો સ્કોર હજુ વધુ હોત. પાથિરાનાએ ચાર ઓવરમાં 40 રન આપી ચાર વિકેટ ઝડપી હતી. જોકે કુલ ટીમ ઈન્ડિયાનું બેટિંગ પ્રદર્શન સારું રહ્યું અને મેચની સારી શરૂઆત થઈ હતી. 

કોણે કેટલા રન ફટકાર્યા?

ખેલાડીરનબોલયશસ્વી જયસ્વાલ4021શુભમન ગિલ3416સૂર્યકુમાર યાદવ (કેપ્ટન)5826રિષભ પંત (વિકેટકીપર)4933હાર્દિક પંડ્યા910રિયાન પરાગ76રીન્કુ સિંહ12અક્ષર પટેલ105અર્શદીપ11

શ્રીલંકન ખેલાડીઓએ ભારતીયો શ્વાસ અદ્ધર કર્યા પછી ધબડકો

જોકે સામે શ્રીલંકાના બેટર્સે પણ સારી શરૂઆત કરી હતી. ચાહકોને આશા હતી કે ભારતે મોટો સ્કોર બનાવ્યો છે જેથી ખૂબ સરળતાથી જીત હાંસલ થશે. જોકે શ્રીલંકાના ખેલાડીઓએ પણ ધુંઆધાર બેટિંગ કરતાં મેચમાં રસાકસી જામી હતી. શ્રીલંકાની ટીમમાંથી પથુમ નિસાકાએ સૌથી વધુ 79 રન ફટકાર્યા હતા. જોકે અંતિમ ઓવરોમાં ભારતીય બોલર્સે એક બાદ એક વિકેટો ઝડપી લેતા બાજી ભારતના પક્ષમાં પલટાઈ ગઈ હતી. 

સંજુ સેમસનને ન મળી તક

શ્રીલંકાના પલ્લેકેલે ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ મેચમાં સંજુ સેમસનને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળ્યું નથી. આ સિવાય શિવમ દુબે, ખલીલ અહેમદ અને વોશિંગ્ટન સુંદરને ટીમમાં સ્થાન મળી શક્યું નથી. કેટલાક ક્રિકેટ ચાહકોને અપેક્ષા હતી કે આ શ્રેણીમાં કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને હેડ કોચ ગંભીર સંજુ સેમસનને વધારે તક આપશે. T20 વર્લ્ડકપમાં પણ તેને સ્કવોડમાં હોવા છતાં એકપણ મેચ રમવા મળી નહોતી અને ઝિમ્બાબ્વે સામેની શ્રેણીમાં તે મિડલ ઓર્ડર બેટર હોવાથી વધારે દમખમ બતાવવાનો વારો જ આવ્યો નહોતો. આમ છતાં ભારત માટે એક મેચમાં તેણે મેચ વિનિંગ ઇનિંગ રમી હતી જો આ શ્રેણીમાં તેને વધારે તક મળે તો ત્રણમાંથી કોઈ એક ફોરમેટમાં સંજુને કાયમી વિકેટકીપર બેટર તરીકે ટીમ ઈન્ડિયા વિકલ્પ સમજી શકે છે. અગાઉ રોહિતની આગેવાનીમાં પણ તેને ઓછી તકૉ મળી હતી અને ઇજા બાદ આવેલા ઋષભ પંતને સીધી જ તક મળી ગઈ હતી જ્યારે હવે સૂર્યકુમાર કેપ્ટન બનતા એ જ સિલસિલો શરૂ રહ્યો છે.

પ્રથમ T20 માટે ભારતની પ્લેઈંગ ઈલેવન: 

શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), રિષભ પંત (વિકેટકીપર), રિયાન પરાગ, હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *