Terrorist Attack in Jammu and Kashmir: જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લાના ત્રેહગામ વિસ્તારમાં ફરી એકવાર સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ છે. જેમાં એક જવાન શહીદ અને ચાર જવાન ઘાયલ થયાના અહેવાલ છે, જ્યારે એક આતંકી ઠાર થયો છે. અહેવાલ અનુસાર, આજે (27 જુલાઈ) સવારે કુપવાડાના માછિલ સેક્ટરમાં નિયંત્રણ રેખા(એલઓસી)ની નજીકના જંગલ વિસ્તારમાં આતંકવાદીઓ સાથે અથડામણ થઈ હતી.

એક જવાનની હાલત ગંભીર

અહેવાલ અનુસાર,ભારતીય સેના દ્વારા કુપવાડા સેક્ટરના કુમકડી વિસ્તારમાં પાકિસ્તાન આર્મીની બોર્ડર ઍક્શન ટીમ(BAT) દ્વારા કરવામાં આવેલા હુમલાને નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો. પાકિસ્તાની SSG સહિત 3-4 આતંકીઓએ BAT ઑપરેશન માટે એલઓસી પર ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. ભારતીય સેનાએ તેમના પર ગોળીબાર કર્યો હતો. આ કાર્યવાહી દરમ્યાન એક આતંકવાદી ઠાર થયો હતો. જ્યારે એક જવાન શહીદ અને ચાર ઘાયલ થયા છે, જેમાંથી એક જવાનની સ્થિતિ ગંભીર છે.

આ પણ વાંચો: ઉત્તરાખંડના ટિહરીમાં આભ ફાટ્યું, બાલગંગાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું, 2નાં મોત, અનેક મકાન ધ્વસ્ત

તાજેતરમાં આતંકવાદી ઘટનાઓમાં વધારો થયો છે

ઉલ્લેખનીય છે કે, જમ્મુમાં ફરી એકવાર આતંકી હુમલામાં વધારો થયેલો જોવા મળ્યો છે. છેલ્લા કેટલાક મહિનાઓથી આ વિસ્તારમાં શાંતિનો માહોલ હતો, પરંતુ હવે ફરી એકવાર અહીં આતંકી ઘટનાઓ વધી છે. તાજેતરમાં જ આતંકવાદીઓએ યાત્રાળુઓની બસ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં 9 લોકોના મોત થયા હતા, જ્યારે 40 લોકો ઘાયલ થયા હતા. ઑક્ટોબર 2021થી પૂંછ અને રાજૌરીના જોડિયા સરહદી જિલ્લાઓમાં આતંકવાદી પ્રવૃત્તિઓ થઈ રહી છે. રિયાસી, કઠુઆ અને ડોડામાં પણ આતંકવાદી ઘટનાઓ વધી છે. 2021થી જમ્મુમાં આતંકી ઘટનાઓમાં 50થી વધુ સુરક્ષા કર્મચારીઓ સહિત 70થી વધુ લોકો માર્યા ગયા છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *