દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ દાહોદમાં કૌભાંડના આક્ષેપ કર્યો છે. ધારાસભ્ય ચૈતર વસાવાએ આક્ષેપ કરતા જણાવ્યું કે, આદિવાસી વિસ્તારો માટેની સ્પેશિયલ સેન્ટ્રલ આસિસ્ટન્સ હેઠળ 114 કરોડનું કૌભાંડ કર્યું છે. 102 કરોડના કામ ટેન્ડર વિના આપી દેવામાં આવ્યા છે. નવસારાની સંદીપ શાહ નામની એજન્સીને ટેન્ડર આપવામાં આવ્યા છે. વસ્તની બજાર કિંમતથી 10 ગણી વધુ રકમ ચૂકવવામાં આવી છે.

નવસારીની સંદીપ શાહ નામની એજન્સીને ટેન્ડર અપાયા

વધુમાં ચૈતર વસાવાએ કહ્યું કે, એકલવ્ય મોડેલ શાળાના રિનોવેશનમાં 12 કરોડનું કૌભાંડ કરવામાં આવ્યું છે. આ કૌભાંડમાં અધિકારીઓ, નેતાઓ અને એજન્સીઓની મિલીભગત છે. આદિવાસી નેતાઓએ આદિવાસીઓનો હક છીનવ્યો છે. સ્પેશિયલ સેન્ટ્રલ આસિસ્ટન્સ હેઠળ દાહોદ જિલ્લાને 102 કરોડ મળ્યા. જેમાં 102 કરોડ રૂપિયામાં કોઈપણ પંચાયતનો ગ્રામસભાનો ઠરાવ લેવામાં નથી આવ્યો, કોઈપણ જાતની નિવેદિતા પાડવામાં નથી આવી.

એકલવ્ય મોડેલ શાળાના રિનોવેશનમાં 12 કરોડનું કૌભાંડ

ચૈતર વસાવાએ આક્ષેપ કર્યો કે, દાહોદ જિલ્લા આદશ નિવાસી શાળા અને એકલવ્ય મોડેલ શાળાના રિનોવેશન માટે ખર્ચો કરવામાં આવ્યો છે. તેમાં પુરો પાડવામાં આવેલ તમામ સામાનની બજાર કિંમત કરતા પાંચ ગણી બીલો ચૂકવવામાં આવ્યા છે. આમાં પણ બહારની એજન્સી છે. કોઈપણ જાતના ટેન્ડર વગર આદિજાતિ મદદનીશ કમિશનરે 12 કરોડ રૂપિયા બરોબાર ચૂકવેલા છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *